જસદણમાં કાલે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ હર ઘર તિરંગા ની ઊજવણીમાં દેશભક્તિનો માહોલ રચાશે - At This Time

જસદણમાં કાલે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ હર ઘર તિરંગા ની ઊજવણીમાં દેશભક્તિનો માહોલ રચાશે


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણમાં સોમવારે સવારે સ્વાતંત્ર્ય 2024 ની જીલ્લા કક્ષાની ઉજવણી નિમિતે હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી થશે જે અંગે જસદણવાસીઓ જીજાન થી જોડાઈ દેશપ્રેમ વ્યકત કરશે આ અંગે કાર્યક્રમ પૂર્વે શહેરીજનોમા ખુશાલીના ઘોડાપુર ફરી વળ્યાં છે સોમવારે સવારે નવ કલાકે યોજાનારા આ કાર્યક્ર્મમાં મુખ્ય મહેમાન તરીકે જસદણના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ડાયનેમિક મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજકોટ જીલ્લા કલેકટર, ડી ડી ઓ, અને જિલ્લા પોલીસ વડાની વિશેષ ઉપસ્થિતી રહેશે આ અંગે તડામાર તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે શહેરના આટકોટરોડ જળ સર્કલ પાસેથી આ કાર્યક્રમનો સોમવારે સવારે નવ વાગ્યાથી પ્રારંભ થશે દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે જસદણમાં હર ઘર તિરંગા આ કાર્યક્રમ જસદણમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક બની રહેશે આ અંગે નાગરીકોમાં અદમ્ય ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે દેશ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે ખાસ કરીને તેમણે આપણા દેશ ભારતને વિશ્વમાં અનેરું સ્થાન અને ગૌરવ અપાવ્યાં છે ત્યારે સોમવારના કાર્યક્રમમાં હજજારો જસદણવાસીઓ જોડાઈ પોતાનો દેશપ્રેમ વ્યકત કરશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.