બોટાદ જિલ્લા ખાતે સતવારા સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો: જેમાં કુલ 640 જેટલા સભ્યો હાજર રહ્યા
(અજય ચૌહાણ)
બોટાદ શહેરમાં તા.૨૨/૧૨/૨૦૨૪ ને રવિવારના રોજ બોટાદ જીલ્લા સતવારા સમાજના કર્મચારી કર્મચારીઓના સ્નેહ મિલનનો કાર્યક્રમ અક્ષર પાર્ટી પ્લોટ, પાળીયાદ રોડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સતવારા સમાજના જગદીશભાઈ મકવાણા (નાયબ મુખ્ય દંડક-વિધાનસભા ગુજરાત અને ધારાસભ્ય વઢવાણ), જયદીપભાઈ એમ.લકુમ( ડેપ્યુટી કમિશનર, ઇન્વેસ્ટિગેશન વિંગ, આવકવેરા-વડોદરા), વિજયભાઈ સોનગરા(નાયબ જીલ્લા વિકાસ અધિકારી, બોટાદ), કૌશિકભાઈ કણજરીયા(આસિસ્ટન્ટ ડિરેક્ટર, રોજગાર અને તાલીમ,રાજકોટ), તેમજ તમામ સતવારા સમાજના સરકારી,અર્ધસરકારી, અને ખાનગી ક્ષેત્રમાં વિવિધ વિભાગ અને કચેરીઓ ખાતે ફરજ કરતા કર્મચારી સભ્યો સાથે મળી કુલ ૬૪૦ જેટલા સભ્યો હાજર રહ્યા હતાં. કાર્યક્રમમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારની સંસ્કૃતિક કૃતિઓ રજુ કરવામાં આવી હતી. સ્નેહ મિલનમાં દરેક કર્મચારીઓએ પોતાનો પરિચય આપી હરહંમેશ સમાજ માટે ઉપયોગી થઈ સેવા, શિક્ષણ અને સંગઠન સાથે એક સુર પુરાવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સતવારા સમાજના કર્મચારીઓ માટેની ડીઝીટલ ડિરેક્ટરી તરીકે “સતકર્મ” એપ્લીકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત અને કાર્યક્રમમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેવા આપનાર સૌ કોઈ સભ્યોનો આભાર વ્યક્ત કરી ઉપસ્થિત તમામ મહાનુભાવો, સતવારા સમાજના ક્લાસ-૧ ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ સમૂહ ભોજન લીધું હતું. કાર્યક્રમમાં હાજર રહેનાર સતવારા સમાજના તમામ કર્મચારીઓને રીટર્ન ગીફ્ટ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમની સફળતા બદલ સૌ કોઈએ આયોજક ટીમને અભીનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા માટે બોટાદના સતવારા સમાજના કર્મચારીઓના સમગ્ર સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.