“સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન” અંતર્ગત રક્તપિત્ત જનજાગૃતિનું અભિયાન હાથ ધરાયું.

“સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન” અંતર્ગત રક્તપિત્ત જનજાગૃતિનું અભિયાન હાથ ધરાયું.


નેત્રંગ “સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન” અંતર્ગત રક્તપિત્ત જનજાગૃતિનું અભિયાન હાથ ધરાયું.

રક્તપિતને ઈતિહાસ બનાવવાના હેતુસર“એન્ટી લેપ્રસી ડે” નિમિત્તે “સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન” હેઠળ જિલ્લામાં ૩૦ જાન્યુઆરીથી એક પખવાડીયા સુધી રક્તપિત્ત જનજાગૃતિનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

વધુમાં એક પખવાડીયા દરમ્યાન શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાં રકતપિત્ત નિર્મુલન પ્રતિજ્ઞા, પ્રજોજોગ સંદેશ, રક્તપિત્ત વિશે જાણાકારીની પ્રશ્નોત્તરી તેમજ રક્તપિત્ત જનજાગૃતિ પત્રિકાઓના વિતરણ, ભવાઇ અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જનજાગૃતિના કાર્યક્રમો આયોજિત કરાશે.

જેના ભાગરૂપે નેત્રંગ તાલુકામાં પણ ૩૦મી જાન્યુઆરી ૨૦૨૩ નાં રોજ પૂજ્ય મહાત્મા ગાંધીની પુણ્યતિથિનાં દિવસે "એન્ટી લેપ્રસી ડે" નાં ઉજવણીના ભાગરૂપે રક્તપિત રોગ વિશે જનાગૃતિ લાવવા માટે તાલુકા હેલ્થ સુપરવાઈઝર ગણેશ વસાવા અને લેપ્રસી સુપરવાઈઝર જીજ્ઞેશ વસાવા દ્વારા પણ નેત્રંગ ગામમાં સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યું હતું. વિવિધ પી.એચ.સી ખાતે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.

"શરીરના કોઇ પણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું, સંવેદના વિનાનું યાઠું તેમજ જ્ઞાનતંતુઓ જાડા થવા તથા તેમાં દુખાવો થવો જેવા લક્ષણો જણાય તો તે રક્તપિત્ત હોય શકે છે. લેપ્રસીએ જંતુજન્ય રોગ છે કોઇ પૂર્વ-જન્મનું પાપ કે શ્રાપ નથી પરંતુ ઝડપી અને નિયમિત બહુઔષધિય સારવારથી રક્તપિત્ત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ અપંગતા અટકાવી શકાય છે.રકતપિત્તનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાનાઓ, સા.આ.કેંદ્રો, અને પ્રા.આ.કેંદ્રો ખાતે વિનામૂલ્યે આપવામાં આવે છે." જિલ્લા રક્તપિત અધિકારી ડૉ.રવિશંકર શાહ

ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ
બ્રિજેશકુમાર પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »