ગોંડલ-જસદણ હાઈવે પર ગમખ્વાર અકસ્માતઃ ઇનોવા અન્ય કાર સાથે ટકરાતા બન્ને કાર પલ્ટી ગઈ :બેના મોત :પાંચને ઇજા - At This Time

ગોંડલ-જસદણ હાઈવે પર ગમખ્વાર અકસ્માતઃ ઇનોવા અન્ય કાર સાથે ટકરાતા બન્ને કાર પલ્ટી ગઈ :બેના મોત :પાંચને ઇજા


ગોંડલ-જસદણ હાઈવે પર ગમખ્વાર અકસ્માતઃ ઇનોવા અન્ય કાર સાથે ટકરાતા બન્ને કાર પલ્ટી ગઈ :બેના મોત :પાંચને ઇજા
જસદણથી કોડીનાર તરફ જતી ઇનોવા કારના ચાલકે ટ્રકની ઓવરટેક કરવા જતા ગોંડલ તરફથી આવતી ટ્રાઈબર કાર સાથે ઇનોવા અથડાઈ: કારના ચાલક આરીફ હબીબ પરમારનું સારવાર દરમિયાન જ્યારે રેહાના અસરફભાઈ ખીમાણીનું ઘટના સ્થળે મોત
ગોંડલ-જસદણ હાઇવે પર અકસ્માતની ઘટના બની છે. ઘોઘાવદર ગામ પાસે ટ્રકની ઓવરટેક કરવા જતા ઇનોવા કાર સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી. સામ સામે અથડાયા બાદ બન્ને કાર પલટી મારી ગઇ હતી. અકસ્માતની આ ઘટનામાં એક મહિલા સહિત બે લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે પાંચ લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે જાણ થતાં પોલીસ પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, જસદણથી કોડીનાર તરફ જતી વખતે ઇનોવા કારના ચાલકે ટ્રકની ઓવરટેક કરી હતી. જે વખતે ગોંડલ તરફથી આવતી ટ્રાઈબર કાર સાથે ઇનોવા અથડાઈ હતી. ઇનોવા કારમાં પાંચ લોકો સવાર હતા. જેમાંથી કારના ચાલક આરીફ હબીબ પરમારનું સારવાર દરમિયાન જ્યારે રેહાના અસરફભાઈ ખીમાણીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
ઇનોવા કારમાં અન્ય ત્રણ લોકો નસરીનબેન અસ્લમભાઇ પરિયાણી ઉ.વ.50, હાજી હુસેનભાઈ ખીમાણી ઉ.વ.70, અને સેજાનભાઈ ખીમાણી જ્યારે ગોંડલ તરફથી આવતી GJ03ML 8781 નંબર ટ્રીબર કારમાં સવાર પરેશ જેન્તી ડાંગર ઉ.વ. 25 અને તેજસ રવજીભાઈ પાનસુરીયા ઉ.વ.25 ને ઇજા થતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘોઘાવદર નજીક બે કાર વચ્ચે થયેલ ગોઝારા અકસ્માત વહેલી સવારે થયો 108 એમ્બ્યુલન્સના પાયલોટ પ્રતાપભાઈ અને ઊખઝ કાનજીભાઈને સવારે સવા છ આસપાસ અકસ્માતનો કોલ આવ્યો હતો. જેમાં બે 108 એમ્બ્યુલન્સ, 2 નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી. જ્યારે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઇ માધડ, નગરપાલિકા ફાયર સ્ટાફ, સામાજિક કાર્યકરો સહિતના સિવિલ હોસ્પિટલમાં પહોચ્યા હતા અકસ્માતના સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.તસવીર-બ્રિજેશ વેગડા


9998272555
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.