અમરેલી બનાવટી લેટર કાંડ માં સામેલ સરપંચ ને જિલ્લા વિકાસ અધિકારી એ કારણદર્શક નોટિસ પાઠવી
અમરેલી બનાવટી લેટર કાંડ માં સામેલ સરપંચ ને જિલ્લા વિકાસ અધિકારી એ કારણદર્શક નોટિસ પાઠવી
અમરેલી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૯(૧) અન્વયે કારણદર્શક નોટીસ પોલીસ અધિક્ષકશ્રી, અમરેલીનાં પત્ર નં.૭૨/આરબી/સરપંચ/ગુના/કાર્યવાહી/૦૬/૨૦૨૫ તા.૦૧/૦૧/૨૦૨૫થી આરોપી અશોકભાઈ કનુભાઈ માંગરોળીયા રહે.જસવંતગઢ નાઓ જસવંતગઢ ગામમાં સરપંચ તરીકે સેવા આપી રહેલ છે, તેમ છતા ગુનાહિત પ્રવૃત્તિ આચરેલ છે. તેઓ ફરીથી આવું ગુનાહિત કૃત્ય ના કરે તે સુનિશ્વિત કરવુ જરૂરી છે, જેથી ધી ગુજરાત પંચાયત એક્ટ ૧૯૯૩ ની કલમ-૫૯ મુજબ તેઓ વિરુધ્ધ જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરેલ છે, જેમાં દર્શાવેલ છે કે,
(૧) અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ- એ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૪૦૮૩૮/૨૦૨૪, ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) ૨૦૨૩ ની કલમ- ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૬(૪), ૩૪૦(૨), ૩૫૩(૧)(બી), ૩૫૬(૨), ૩૫૬(૩), ૩૧૯(૨), ૩૩૮ તથા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ ૨૦૦૦ ની કલમ ૬૬(ડી)- મુજબનો ગુન્હો તા.૨૮/૧૨/૨૦૨૪ ના કલાક ૦૫/૩૦ વાગ્યે રજીસ્ટર થયેલ છે. સદર ગુનાના ફરિયાદી- કીશોરભાઈ રવજીભાઈ કાનપરીયા, ઉ.વ.૬૨, ધંધો.ખેતી/સમાજસેવા રહે. વિઠ્ઠલપુર (ખંભાળીયા), સત્યનારાયણ મંદીર સામે, તા.જી.અમરેલી નાઓ છે. સદર ગુનાના આરોપી અશોકભાઈ કનુભાઈ માંગરોળીયા, ઉ.વ.૫૦ ધંધો.ખેતીકામ રહે.જસવંતગઢ, સરદાનનગર, તા.જિ.અમરેલી વિગેરે-૪ નાઓ છે. સદર ગુનાની તપાસ શ્રી એ.એમ. પરમાર, પોલીસ ઇન્સ., સાયબર ક્રાઈમ પો.સ્ટે.,અમરેલી નાઓ ચલાવી રહેલ છે. સદર ગુનાના આરોપી અશોકભાઈ કનુભાઈ માંગરોળીયા રહે.જસવંતગઢ નાઓ જસવંતગઢ ગામમાં સરપંચ તરીકે સેવા આપી રહેલ છે.
(૨) ઉપરોક્ત ગુનાની ટૂંક વિગત એવી છે કે, કોઈ અજાણી વ્યક્તિએ ફરિયાદી શ્રી કિશોરભાઈ આર. કાનપરીયા, પ્રમુખશ્રી, તાલુકા પંચાયત કચેરી, અમરેલીના નામ તથા હોદ્દાવાળો બનાવટી લેટરપેડ કપટપૂર્વક બનાવી, તેમાં ફરિયાદીને તથા ગુજરાત રાજ્યના વિધાનસભાના નાયબ દંડકશ્રીનાઓની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઈરાદે યેનકેન પ્રકારે ખોટા આક્ષેપોવાળુ કોમ્પ્યુટરાઇઝ લખાણ લખી, બીજા પેઇઝમાં નીચેના ભાગે ફરિયાદીના નામની અંગ્રેજીમાં ખોટી સહી કરી, પ્રમખ તાલુકા પંચાયત, અમરેલીના હોદ્દાનો ખોટો સ્ટેમ્પ (સીક્કો) બનાવી, લેટરપેડમાં ફરિયાદીની ખોટી સહી નીચે સ્ટેમ્પ (સીક્કો) લગાવી, ખોટુ લખાણ ફરિયાદીના ધ્યાન બહાર ફરિયાદીના નામથી બનાવી, લોકોમાં ભય ફેલાવી, ગભરાટ
પેદા કરવાના ઇરાદે તેમજ ફરિયાદી નામવાળો લેટરપેડનો પત્ર જેને ઉદ્દેશીને લખેલ છે તેને છેતરવાના ઇરાદે ખોટા લખાણવાળું લેટરપેડ, જે બનાવટી દસ્તાવેજ હોવાનું જાણવા છતા અન્ય લોકોને ઇન્ટરનેટના માધ્યમથી પ્રસારીત કરી ગુનો આચરેલ છે.
(૩) ઉપરોક્ત ગુનાની તપાસ દરમિયાન આરોપી તરીકે અમરેલી તાલુકાના જશવંતગઢ ગ્રામ પંચાયતના સરપંચ-અશોકભાઈ કનુભાઈ માંગરોળીયા ઉ.વ.૫૦ ધંધો ખેતીકામ, રહે.જશવંતગઢ, સરદાનનગર, તા.જિ.અમરેલી વિગેરે-૦૪ નાઓના નામ ખુલવા પામેલ હતા.જેથી જસવંતગઢ ગામના સરપંચ આરોપી અશોકભાઈ કનુભાઈ માંગરોળીયા, રહે.જસવંતગઢ વિગેરે-૦૪ નાઓને તા.૨૮/૧૨/૨૦૨૪ ના કલાક ૧૬/૦૦ વાગ્યે ધોરણસર અટક કરી, રીમાન્ડ માંગણી સાથે નામદાર ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટ, અમરેલીનાઓ સમક્ષ રજુ કરતા, નામદાર કોર્ટે સદર ગુનાના આરોપીઓના તા.૩૦/૧૨/૨૦૨૪ ના ક.૧૬/૦૦ સુધીના પોલીસ રીમાન્ડ મંજુર કરેલ હતા. ત્યારબાદ આરોપીઓની પોલીસ રીમાન્ડ કસ્ટડી પૂર્ણ થતા નામદાર કોર્ટ સમક્ષ રજુ કરતા, નામદાર કોર્ટે આરોપીઓના જેલ વોરંટ ભરતા જેલ હવાલે કરેલ છે. જેથી આરોપીઓ હાલ નામદાર કોર્ટની જ્યુડીશ્યલ કસ્ટડીમાં (જેલ હવાલે) છે. (૪) ઉપરોકત વિગતે આરોપી અશોકભાઈ કનુભાઈ માંગરોળીયા, જસવંતગઢ ગામના સરપંચ તથા અન્ય આરોપીઓએ ઉપરોક્ત વિગતેનો ગુનો આચરેલ છે. આરોપી અશોકભાઈ કનુભાઈ માંગરોળીયા નાઓ સરપંચના હોદ્દાથી એક જાહેર સેવક તરીકે જસવંતગઢ ગામમાં સેવા આપી રહેલ છે. તેમ છતા ગુનાહિત પ્રવૃત્તિ આચરેલ છે. તેઓ ફરીથી આવું ગુનાહિત કૃત્ય ના કરે તે સુનિશ્વિત કરવુ જરૂરી છે, જેથી ધી ગુજરાત પંચાયત એક્ટ ૧૯૯૩ ની કલમ-૫૯ મુજબ તેઓ વિરૂધ્ધ જરૂરી કાર્યવાહી થવા વિનંતી છે.
આમ,ગ્રામ પંચાયત જશવંતગઢ, તા.જિ.અમરેલીનાં જવાબદાર સરપંચનો હોદ્દો ધારણ કરતા હોય ત્યારે તમારી વિરુદ્ધ ગુન્હો નોંધાવો તેમજ અટક થયેલ હોય, જાહેર સેવકને ન છાજે તેવું કૃત્ય કરેલ હોય, જે આપનું નૈતિક અધ:પતન ગણવાને પુરતુ હોય, ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ-૫૯(૧) અન્વયે આપની સામે કાર્યવાહી કરી આપશ્રીને સરપંચના હોદ્દા પરથી મોકુફ શા માટે ન કરવા? તે અંગેનો લેખિત ખુલાસો આ કારણદર્શક નોટીસ મળ્યેથી દિન-૩માં અત્રે રજુ કરશો.જો આપના દ્વારા સમય મર્યાદામાં ખુલાસો રજુ કરવામાં નહિ આવે તો આપને આ બાબતે કશુ કહેવું નથી એવુ માની કાયદા નિયમ મુજબ કાર્યવાહી કરવાની ફરજ પડશે.
9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.