અમરેલીમાં શાકમાર્કેટ પાસે આવેલ પાર્કિંગમાં ગંદકીના ગંજ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/guyfgouv7op4dxpk/" left="-10"]

અમરેલીમાં શાકમાર્કેટ પાસે આવેલ પાર્કિંગમાં ગંદકીના ગંજ


ઊભરાતાં પાણી અને કાદવકીચડનું સામ્રાજ્ય

અહીં શાકમાર્કેટ પાસે આવેલ પાર્કિંગમાં સમયસર યોગ્ય સફાઈ ન થતા ગટરનાં ઊભરાતાં પાણી અને કાદવ કીચડ નું સામ્રાજ્ય છવાયું માર્કેટમાં ગંદા પાણી અને કાદવ કીચડથી અસહ્ય દુર્ગંધ ગંદકીના કારણે રોગચાળો થવાની સંભાવના ઊત્પન્ન થઈ રહી છે
આ વિસ્તારમાં લાંબા સમયથી મુશ્કેલી હોવા છતાં નગરપાલિકાના શાસકો સફાઈ તરફ જરા પણ ધ્યાન આપતા નથી યોગ્ય સફાઈ ન થતા ગંદકીમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે આના કારણે કચરો અને દૂષિત પાણીનો ભરાવાના કારણે આવતા જતા સ્થાનિકો અને દુકાનદારોને અસહ્ય દુર્ગંધ નો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે ઇન્દિરા શોપિંગ સેન્ટરના વેપારીઓ દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી
સાફ-સફાઈ બાબતે કોઈ એ આજ દિન સુધી પગલા લીધા નથી જેના કારણે શાકમાર્કેટ માં આવેલા પાર્કિંગમાં સફાઈ બાબતે સમસ્યા બેવડાઈ ગઈ છે.

રિપોર્ટ :- અશ્વિન બાબરીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]