ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જુનાઉગલા ગામે વિકાસના નામે મોટો ભ્રષ્ટાચાર - At This Time

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જુનાઉગલા ગામે વિકાસના નામે મોટો ભ્રષ્ટાચાર


તા:12 ગીર સોમનાથ જિલ્લાના ગઢડા તાલુકાના જુનાઉગલા ગામે બ્લોક ફીટીંગનાં કામમાં લાખોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એવો ગામ લોકોએ આક્ષેપ કર્યો છે અનેક વખત લેખિત મૌખિક રજુઆતો કરવા છતા પણ તંત્ર પણ આંખ આડા કાન કરીને જોય રહ્યા છે તો શું ઉપર લેવલનાં અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે ??? એવાં પણ આક્ષેપો ઞામ લોકો કરી રહ્યા છે અને આજ સુધી એક પણ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી અને જુનાઉગલા ગામમાં આજથી થોડા દિવસો પહેલા પણ વાસ્મોનું કામ કરવામાં આવ્યું છે એમાં પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જેમાં અનેક મટીરીયલ જેવી અનેક ચીજવસ્તુઓ બિલકુલ નબળી વાપરવાથી વાસ્મોનાં કામમાં પણ લોટ પાણીને લાકડાં જેવું કામ થયું છે અનેક પાઇપો લીકેજ હોવાથી ગામમાં રોડ ઉપર ગંદકી પાણી અને કિચડ પણ જોવા મળે છે એવી સ્થિતિ આજે જુનાઉગલા ગામના રસ્તાઓની અને લોકોની જોવા મળે છે

ત્યારબાદ જુનાઉગલા ગામની જે સરકારી હોસ્પિટલ આવેલી છે અને અનેક બજારોએ જ્યાં બ્લોક ફીટીંગ કરવાના હોય તે જગ્યા ઉપર બ્લોક મીટીંગનું કામ કરવામાં આવ્યું નથી અને ગામને ફરતે જે રસ્તો પ્રચાર થાય છે ત્યાં બ્લોકનું ફીટીંગ કરી દેતા ગામની દરેક બજારોમાં આજે ગંદકી અને કિચડ જેમની તેમ જોવા મળે છે વિકાસના નામે તો ખાલી કાઞળ ઉપર જ વિકાસ દેખાડવામાં આવે છે અને ગામની ફરતે જે રસ્તો પ્રચાર થાય છે ત્યાં બ્લોક ફીટીંગનું કામ ગ્રામ પંચાયત દ્વારા ઠોકી બેસાડતા આજે બ્લોક રસ્તા ઉપર નીકળીને ધુળની ડમરી જેમ રસ્તા ઉપર ઊડી રહ્યા છે અને ગુજરાત સરકાર સાથે છેતરપિંડી કરીને લાખો રૂપિયાની ઉચાપત કરી લીધી છે જો તેમની યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી પણ થઈ જાય એવું પણ દેખાઈ રહ્યું છે અનેક વખત લોકોએ લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ ઉપર લેવલના અધિકારી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ પૂરતી માહિતી પણ આપવામાં આવતી નથી એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે

જેમાં એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા વારંવાર વિકાસની વાતો કરવામાં આવે છે પણ ખરેખર વાસ્તવિક વિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ગામના લોકોને પિવાના પાણી માટે પણ વલખાં મારવા પડે છે અને ગામ લોકોને પિવા માટે પાણી ભરવા માટે પણ દૂર સુધી જવું પડે છે પણ પીવાનું પાણી પણ મળતું નથી એવી પરિસ્થિતિ આ ગામમાં જોવા મળે છે જેમાં વીજળીની વાત કરીએ તો 24 કલાક વીજળી પણ આ ગામમાં સ્ટ્રીક લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી તેમજ સરકારી હોસ્પિટલ સામે પાઇપ લિકેજ હોવાનાં કારણે પાણીનાં ખાબોચિયાં ભરેલાં જોવા મળે છે અને સરકારી સ્કુલે અભ્યાસ માટે જતાં બાળકો માટે રસ્તાની વ્યવસ્થા કે બ્લોકની વ્યવસ્થા પણ નથી આવા અનેક વિકાસના કામો આ ગામમાં હજુ જેમનાં તેમ છે અને ખાલી કાઞળ ઉપર વિકાસ બતાવીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે એવા ગામ લોકોએ આક્ષેપો કર્યા છે જેમની યોગ્ય તપાસ કરી લોકોને ન્યાય મળે અને તમામ કામ પૂર્ણ કરે તેવી લોક માંગણી ઉઠવા પામી છે તેમ છતાં યોગ્ય કરવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે અને ગામલોકો દ્વારા મતદાનનો પણ બહિષ્કાર કરશે એવી પણ ચિમકી ઉચ્ચારી છે

પ્રેસ રીપોર્ટર ડિ.કે.વાળા ઞીર ગઢડા ગીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon