ઇડરના રાણી તળાવ પાસે આઇસ્ક્રીમના બોલેરો પીકઅપ ડાલામાંથી રૂ 1.72 લાખના વિદેશી દારૂ સાથે એક ઇસમની LCB એ ધરપકડ કરી - At This Time

ઇડરના રાણી તળાવ પાસે આઇસ્ક્રીમના બોલેરો પીકઅપ ડાલામાંથી રૂ 1.72 લાખના વિદેશી દારૂ સાથે એક ઇસમની LCB એ ધરપકડ કરી


ઇડરના રાણી તળાવ પાસે આઇસ્ક્રીમના બોલેરો પીકઅપ ડાલામાંથી રૂ 1.72 લાખના વિદેશી દારૂ સાથે એક ઇસમની LCB એ ધરપકડ કરી

સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાજૅ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.ચાવડા ના માગદશૅનથી એલ.સી.બી. સ્ટાફ ની ટીમો બનાવેલ ઉપરોક્ત એલ.સી.બી. ટીમના માણસો ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમા પ્રોહી વોચમા હતા દરમ્યાન પો.કો. વિજયકુમાર તથા પો.કો. ગોપાલભાઇને ખાનગી બાતમી મળેલ કે એક સફેદ કલરના આઇસ્ક્રીમના બોલેરો પીકઅપ ડાલા નં GJ 18 AX 3131 મા એક ઇસમ રાજસ્થાનથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વિજયનગર ખેડબ્રહ્મા થઇ ઇડર રોડ તરફ આવનાર છે જે બાતમી આધારે એલ.સી.બી ટીમે ઇડર ના રાણી તળાવ પાસે નાકાબંધી કરી ખેડબ્રહ્મા તરફથી આવતા વાહનોની વોંચમા ઉભા હતા દરમ્યાન ખેડબ્રહ્મા તરફથી બાતમી મુજબની એક બોલેરો પીકઅપ ડાલુ આવતા તેને રોકી તે પીકઅપ ડાલા ચાલકનુ નામ પુછતા તે ચાલકે પોતાનું નામ ગોપાલસિંહ હમેરસિંહ રાજપુત મુળ રહે રાજસ્થાન હાલ રહે નાના ચીલોડા અમદાવાદ નો હોવાનુ જણાવેલ એલ.સી.બી એ પીકઅપ ડાલામા પાછળનો ભાગ ખોલીને જોતા અંદરથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ તથા બીયરની પેટીઓ નંગ ૫૭ કુલ બોટલ/ ટીન નંગ ૧૫૩૬ કુલ કિ.રૂ. ૧,૭૨,૫૬૦ તથા બોલેરો પીકઅપ ડાલુ કિ.રૂ. ૪ લાખ મોબાઇલ ફોન નંગ કિ.રૂ ૫ હજાર મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૫,૭૭,૫૬૦ નો મુદ્દામાલ સાથે આરોપી ડાલા ચાલકની અટક કરી ઇડર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિ એક્ટ કલમ ૬૫એઇ, ૮૧, ૮૩ મુજબ ગુન્હો નોધી પ્રોહી કેશ કરી આગળની વધુ તપાસ અથૅ ડાલા ચાલકને ઇડર પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવ્યો હતો.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon