GSTના વિરોધમાં 300 વેપારી જોડાયા, ટેક્સ વગરનો માલ ભરી લેવા રિટેલર્સમાં પડાપડી
દાણાપીઠ આજે સાંજે 4 કલાક સુધી ધમધમતી રહેશે, સામાન્ય દિવસ કરતા સવાયો વેપાર થશે
અનાજ-કઠોળ પર સોમવારથી જીએસટી લાગુ થવાના વિરોધમાં રાજકોટમાં શનિવારે દાણાપીઠ, યાર્ડના અનાજ- કઠોળના અંદાજિત 300 વેપારી જોડાયા હતા. સોમવારથી તેના પર ટેક્સ લાગુ થવા જઈ રહ્યો છે ત્યારે ટેક્સ વગરનો માલ ભરી લેવા માટે રિટેલર્સમાં પડાપડી થઈ હતી અને આજે પણ બજારમાં આજ માહોલ રહેશે જેને કારણે સામાન્ય દિવસ કરતા સવાયો વેપાર થવાની સંભાવના છે. એક અંદાજ મુજબ આજે અનાજ-કઠોળમાં રૂપિયા 3 કરોડથી વધુ વેપાર થવાની સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.