" અંત્યોદયના વિકાસ અર્થે હાલની સરકાર કાર્યશીલ " બોડેલી કોલેજ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ( ગ્રા) અંતર્ગત વર્ક ઓર્ડર - મંજૂરી પત્રોનું વિતરણ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/gstosnv9i3zul40t/" left="-10"]

” અંત્યોદયના વિકાસ અર્થે હાલની સરકાર કાર્યશીલ ” બોડેલી કોલેજ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ( ગ્રા) અંતર્ગત વર્ક ઓર્ડર – મંજૂરી પત્રોનું વિતરણ


રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઈ

હાલની ભાજપા સરકાર અંત્યોદય નાગરિકોના વિકાસ અર્થે સતત કાર્યશીલ છે. તેમનાં લાભાર્થે સરકાર સતત કામ કરી રહી છે. સરકારની યોજનાઓને છેવાડાના નાગરિકોને સંપૂર્ણ લાભ મળે તે માટે પણ પૂરતી તકેદારી સરકાર દ્વારા રાખવામાં આવી રહી છે.
આજરોજ શેઠ ટી.સી.કાપડિયા કોલેજ બોડેલી ખાતે તાલુકા પંચાયત કચેરી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રા) યોજના અંતર્ગત "મંજુરીપત્ર / વર્ક ઓર્ડરના વિતરણ " કાર્યક્રમ યોજાયો હતો. જેમાં છોટાઉદેપુરના સાંસદસભ્ય ગીતાબેન રાઠવા, પાવીજેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના અને સંખેડાના ધારાસભ્ય અભેસિંહ ભાઈ તડવી ખાસ હાજર રહયા હતાં. આ મુખ્ય મહેમાનોએ કાર્યક્રમમાં હાજર રહી, લોકોને સંબોધિત કર્યા હતાં અને હાલની સંવેદનશીલ સરકાર દ્વારા અમલીકૃત યોજનાઓની ઉપસ્થિત નાગરિકોને માહિતી આપી માહિતગાર કર્યા હતાં.

આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો, કાર્યકરો, સ્થાનિક આગેવાનો, સ્થાનિક અધિકારીઓ તથા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]