બે અબોલ બળદને બચાવી માધવ ગૌશાળામાં સલામત જગ્યાએ મુકી આવતા પાલીતાણાની ગૌરક્ષક સેનાના સભ્યો.
બે અબોલ બળદને બચાવી માધવ ગૌશાળામાં સલામત જગ્યાએ મુકી આવતા પાલીતાણાની ગૌરક્ષક સેનાના સભ્યો. છેલ્લા ૧૫ વર્ષથી અબોલ પશુઓની સેવા કરતી પાલીતાણાની ગૌરક્ષક સેનાના પ્રમુખ પ્રવીણભાઈ આહિર અને એકતા એજ લક્ષ સંગઠન ભાવનગરના રાહુલભાઈ બારૈયાને ખબર મળી કે તળાજા તાલુકાના ભેગાળી અને મેઢા ગામ વચ્ચે રોડ ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિઓ બે વૃદ્ધ બળદને મૂકીને રેઢા જતા રહ્યા છે, તરતજ સ્થળ પર પહોંચીને બને બળદને વાહનમાં લઈ જઈને ગારિયાધાર - પરવડી રોડ પર આવેલ માધવ ગૌધામ - ગૌશાળામાં મૂકી આવતા નૂતન વર્ષના ભાઈ બીજના દિવસે બંને નંદીઓને બચાવી લઈ બંને સંસ્થાના સભ્યોને ગ્રામજનો અને ગૌશાળાના સંચાલકોએ અભિનંદન પાઠવી આભાર માન્યો હતો. મુક પશુઓને જો સાચવી શકાતા ન હોય તો ગૌશાળામાં અને નંદી ઘરોમાં મૂકવા અપીલ કરવામાં આવી છે.( અહેવાલ - અતુલ શુક્લ દામનગર.)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.