તરણસ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોના વાલીઓના પ્રતિભાવ - વીર સાવરકર તરણ સ્પર્ધામાં ભાગ લેનાર અનુજા ઉગ્લેના પિતાએ પોતાનો - At This Time

તરણસ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોના વાલીઓના પ્રતિભાવ ———— વીર સાવરકર તરણ સ્પર્ધામાં ભાગ લેનાર અનુજા ઉગ્લેના પિતાએ પોતાનો


તરણસ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોના વાલીઓના પ્રતિભાવ
------------
વીર સાવરકર તરણ સ્પર્ધામાં ભાગ લેનાર
અનુજા ઉગ્લેના પિતાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, તરણ સ્પર્ધાની તમામ વ્યવસ્થાઓમાં રમત-ગમત વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઇ જ પ્રકારની ખામી રાખવામાં આવી નહોતી. ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા તેમજ રહેવા તથા જમવાની વ્યવસ્થા ખૂબ જ ઉત્તમ હતી. સોમનાથના સાનિધ્યમાં સ્પર્ધકો ઉપરાંત તેમના વાલીઓને પણ યોગ્ય સન્માન મળ્યું છે. મારા વીસ વર્ષના અનુભવોમાં મેં આવી ઉત્તમ વ્યવસ્થા કોઈ સ્થળે જોઈ નથી.

જ્યારે અન્ય એક સ્પર્ધક પ્રત્યય ભટ્ટાચાર્યના પિતાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના રમત-ગમત સહિતના વિવિધ વિભાગોનું જેવું સંકલન જોવા મળ્યું છે, એ અન્યત્ર ક્યાંય જોવા મળ્યું નથી.

વિજયરાજ પુરોહિતના વાલીએ જણાવ્યું હતું કે, વીર સાવરકર તરણ સ્પર્ધામાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્રએ આંતરરાષ્ટ્રીય માપદંડો જેવી વ્યવસ્થા ઉભી કરી દેશના અન્ય રાજ્યો માટે પણ નવો રાહ ચીંધ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image