અમદાવાદ શહેરના જશોદાનગર ખાતે ફાયર સ્ટેશનની બાજુમાં આવેલી કેનાલનું પાણી આસપાસની સોસાયટીઓમાં ઘૂસી શકવાની શક્યતાઓ સેવાઈ રહી છે. - At This Time

અમદાવાદ શહેરના જશોદાનગર ખાતે ફાયર સ્ટેશનની બાજુમાં આવેલી કેનાલનું પાણી આસપાસની સોસાયટીઓમાં ઘૂસી શકવાની શક્યતાઓ સેવાઈ રહી છે.


અમદાવાદ શહેરના પૂર્વ ઝોનમાં આવેલા જશોદાનગર ફાયર સ્ટેશનની બાજુમાં આવેલ રવિ રાંદલ સોસાયટી પાસે આવેલ કેનાલમાં પાણી વધુ પડતું છોડ્યું હોવાથી ગમે તે સમયે કેનાલમાં ગાબડું પડવાની શક્યતાઓ રહેલી છે.જો તંત્ર દ્વારા આ પ્રત્યે ધ્યાન આપવામાં નહી આવે તો વરસી રહેલો વરસાદ વધુ પ્રમાણમાં વરસશે તો કેનાલનું પાણી આસપાસની સોસાયટીઓમાં ઘૂસી શકે છે અને મોટી જાનહાની થઈ શકે તેમ છે.

પરંતુ તંત્ર દ્વારા જો જવાબદારી પૂર્વક કાર્ય કરવામાં આવે અને આ પાણી વસ્ત્રાલ આરટીઓ અજય ટેનામેન્ટની બાજુમાં આવેલી જે સિંચાઈની કેનાલ છે, તેમાં ડાયવર્ટ કરવામાં આવે તો વરસાદી પાણી નો સિંચાઈ માટે સદુપયોગ પણ થઈ શકે છે અને આસપાસના ની સોસાયટીમાં પાણી ઘૂસવાનો જે ભય છવાઈ રહેલો છે,તે ભયમાંથી મુક્તિ મળે શકે તેમ છે, આવું પૂર્વ કોર્પોરેટર અતુલભાઈ પટેલનું કહેવું છે.

વસ્ત્રાલ આરટીઓ અજય ટેનામેન્ટની બાજુમાં આવેલી સિંચાઈની કેનાલ જાય છે તે બિલકુલ ખાલી છે અને પાણી ગેરતનગર હાથીજણ ખાતે આવેલ ખારી નદીમાં જાય છે અને હાલમાં આ નદી ખાલી છે માટે આ પાણી ને આ તરફ છોડવા માટે પૂર્વ કોર્પોરેટર અતુલભાઈ પટેલે અધિકારીઓ ને ધ્યાનમાં લેવા માટે વિનંતી કરી છે.

આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ પૂર્વ નગરપાલિકા કાઉન્સિલર અતુલભાઈ પટેલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરનું ધ્યાન દોર્યું છે.

SAURANG THAKKAR
A'BAD JILLA BUREAU CHIEF


9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.