GS Conclave : દેશના સામાન્ય માણસના વિકાસ માટે સહકારીતા જ શ્રેષ્ઠ બિઝનેસ મોડેલ
- 'ગુજરાત સમાચાર' અને અમૂલના પ્રેરણાસ્ત્રોત એક જ છે- અમૂલ 36 લાખ ખેડૂતોની માલિકીની, રૂ.61,000 કરોડનું ટર્નઓવર ધરાવતી દેશની સૌથી મોટી FMCG કંપની છે : ડૉ. સોઢીઅમદાવાદ : ગુજરાત સમાચાર અને સહકારી સંસ્થા અમૂલ વચ્ચે એક સમાનતા છે કે બન્ને સંસ્થાઓ માટેનું પ્રેરણાત્મક પરિબળ, પ્રારંભિક તબક્કે માર્ગદર્શન આપનાર સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ હતા, એમ ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજીંગ ડીરેક્ટર ડો. આર.એસ. સોઢીએ ગુજરાત સમાચાર આયોજિત કોન્કલેવમાં સહકારિતા ઉપર ઉદબોધન કરતા જણાવ્યું હતું. આ કોન્કલેવમાં ગુજરાતની આજ અને આવતીકાલમાં સહકારિતા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર એન્ડ ગેસ ડિસ્ટ્રીબ્યુશન, ગ્રીન હાઇડ્રોજન, ફિનટેક, વેસ્ટમાંથી એનર્જી, સ્ટાર્ટઅપ જેવા વિવિધ વિષયો ઉપર યુવા પેઢીના બિઝનેસ લીડર્સ પોતાના વિચારો રજૂ કર્યા હતા. 'અમૂલ ભારતની સૌથી મોટી એફએમસીજી કંપની છે, જેનું ગત વર્ષનું ટર્નઓવર રૂ.૬૧,૦૦૦ કરોડ હતું જ્યારે વર્તમાન વર્ષમાં તેમાં અત્યારે ૨૦ થી ૨૫ ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે. કોઇપણ મલ્ટિનેશનલ, કોઇપણ કોર્પોરેટ હાલ અમૂલના સમકક્ષ નથી. અમૂલના માલિક ગુજરાતના સામાન્ય એવા ૩૬ લાખ ખેડૂતો છે,' એમ ડૉ. સોઢીએ જણાવ્યું હતું. કો ઓપરેટિવ મોડેલ કે સહકારીતા અંગે પરિચય આપતા ડો સોઢીએ ઉમેર્યું હતું. 'એમોઝોન, ઝોમેટો, ઉબર જેવા ખ્યાતનામ બિઝનેસ હાઉસનું મોડેલ કોર્પોરેટ જ છે. સામાન્ય લોકોની સેવા, સંસાધનોનો ઉપયોગ કરી તેમને એક ટેક્નોલોજીનું પ્લેટફોર્મ પૂરું પાડયું, તેમને માર્કેટિંગની તક આપી અને લાખો-કરોડો ગ્રાહક સુધી પહોંચાડયા. કો ઓપરેટિવનું મોડેલ પણ આવું જ છે, જેમા સામાન્ય ખેડૂતો-સામાન્ય ઉત્પાદકોને એક તાંતણે પરોવો. ફરક માત્ર એટલો કે ટેક્નોલોજીની માલિકી પણ સામાન્ય લોકો પાસે જ છે. સહકારિતા એક પ્રકારે બિઝનેસ મોડેલ જ છે. જેમાં સવસ પ્રોવાઇડર-રીસોર્સ પ્રોવાઇડર જ તેના માલિક હોય છે. તેનો નફો પણ સામાન્ય લોકો સુધી પહોંચે છે. કોઇ બિઝનેસનો ઉદ્દેશ નફો હોય છે પણ સહકારી સંસ્થાનો પાયાનો ઉદ્દેશ આ નફો તેની સાથે જોડાયેલા સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો પણ હોય છેતભારત સરકારે સહકારિતાને કેન્દ્ર સરકારમાં એક અલગ મંત્રાલય બનાવી અલાયદી ઓળખ આપી છે તેના માટે ગુજરાતે ગર્વ લેવો જોઇએ અને ભારત સરકારનો આભાર માનવો જોઇએ એવું બોલતા ડૉ. સોઢીએ ઉમેર્યું હતું કે ભારત પાંચ ટ્રીલીયન ડોલરના અર્થતંત્ર તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ સારી રીતે જાણે છે કે ઈન્ડિયાને ડેવલપ કરવું છે તે સાથે ભારતને પણ ડેવલપ કરવંઢ પડશે. ભારત એટલે સામાન્ય લોકો, સામાન્ય ખેડૂતો, સામાન્ય કારીગરો ,સામાન્ય વેપારી, સામાન્ય ગ્રાહકનો સમૂહ. તેમના વિકાસ કરવા માટે સહકારી સંસ્થા જ એક ખૂબ જ મોટું-ભરોસાપાત્ર સોશિયો-ઈકોનોમિક મોડેલ છે, જે નફાકારક બની શકે છે. સહકારિતા અત્યારે કૃષિ, બેન્કિંગ, હાઉસિંગ જેવા ક્ષેત્રોમાં વ્યાપક જોવા મળી રહી છે પણ અન્ય ક્ષેત્રમાં તેનો ઉપયોગ થઇ રહ્યો નથી. ભવિષ્યમાં સર્વિસીઝ સેક્ટરમાં પણ તેનો ઉપયોગ કરી એક સફળ બિઝનેસ મોડેલ થઇ શકે એવું છેલ્લા ચાર દાયકામાં માત્ર સહકાર ક્ષેત્રે જ કામગીરી કરનાર ડૉ. સોઢીએ જણાવ્યું હતું. 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સહકારિતા મોડેલ બનાવ્યું છે એ પાછળનો ઉદ્દેશ માત્ર તેટલા પૂરતો નથી. તમે ભારતનું અર્થતંત્ર જોશો તો ૫૦ ટકા સર્વિસ, તેની બાદ મેન્યુફેક્ચરિંગ અને ત્યારબાદ કૃષિ છે. સહકારિતાની સૌથી વધુ જરૂર સર્વિસ સેક્ટરને છે. કોઇપણ સર્વિસ સેક્ટર કો ઓપરેટિવ મોડેલનો ઉપયોગ કરીને ભારતનો વિકાસ કરી શકે છે. સામાન્ય ખેડૂત, સામાન્ય કારીગર, સામાન્ય રેસ્ટોરન્ટવાળા જેવા લોકોને ભારતની પ્રગતિમાં જોડવા હોય તો સહકારિતા એક ખૂબ જ મોટી સફળ-ભરોસાપાત્ર માધ્યમ છે. તેના માટે જરૂર છે પ્રતિબદ્ધ નેતૃત્વ, અદ્યતન ટેક્નોલોજી, માર્કેટિંગ અને પ્રોફેશ્નાલિઝમ,' એમ અંતમાં જણાવ્યું હતું. લાંબા અંતર સુધી પ્રથમ વખત દૂધ પહોંચાડનાર એક અમેરિકન રેલવે સ્ટેશન માસ્તર હતાએ જ રીતે બીજી નવાઈપ્રદ વાત એ છે કે, દૂધ ઝડપથી બગડી જતું હોવાથી તેની ગુણવત્તા જાળવી રાખવાની અને દૂર સુધી પહોંચાડવાની સમસ્યાનો નિકાલ કોઈને મળતો ન હતો. આ સમસ્યાનો હલ સમગ્ર વિશ્વને પ્રથમ વખત આપનારો એક રેલવે સ્ટેશન માસ્તર હતો. ઈ.સ. ૧૮૪૧માં અમેરિકાના એરે રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર થોમસ સેલેકે પોતાના ગામના ખેડૂતોને શીખવ્યું કે લાકડાંના મોટાં પીપમાં ચારેબાજુ બરફ પાથરીને વચ્ચે ધાતુના પાત્રમાં દૂધ ભરી રાખવામાં આવે તો એ લાંબા સમય સુધી બગડતું નથી. આ રીતે તેણે એરે સ્ટેશનથી ૯૭ કિલોમીટર દૂર ન્યૂયોર્ક ખાતે ૨૨૭ લિટર દૂધ પહોંચાડયું આ સફળ પ્રયોગના આધારે દૂધને લાંબા અંતર સુધી પહોચાડવાના યુગની શરૂઆત થઇ. આજે પણ દૂધનું પરિવહન રેફ્રીજરેટેડ વાહન થકી જ કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.