દામનગર નગરપાલિકા ની બે વોર્ડ ની પેટા ચૂંટણી માં સ્વચ્છ છબી ધરાવતા જ્યંતીભાઈ નારોલા અને હંસાબેન ચાંદપરા નો વિજય
દામનગર નગરપાલિકા ની બે વોર્ડ ની પેટા ચૂંટણી માં સ્વચ્છ છબી ધરાવતા જ્યંતીભાઈ નારોલા અને હંસાબેન ચાંદપરા નો વિજય
દામનગર શહેર ની બે વોર્ડ ના એક એક ઉમેદવારો ની પેટા ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો ની ભવ્ય જીત થયેલ વોર્ડ નંબર ૨ માં સામાન્ય પુરુષ ની બેઠક ઉપર અડધી રાત નો હોંકારો ગણાતા સ્વચ્છ છબી જયતિભાઈ બી નારોલા નો પ્રતિસ્પર્ધી કોંગ્રેસ પક્ષ ના અસલમ મોગલ સામે ૬૭ મત ની લીડ થી વિજય થયો હતો જ્યારે વોર્ડ નંબર ત્રણ માં સામાન્ય સ્ત્રી ની બેઠક ઉપર હંસાબેન અરવિંદભાઈ ચાંદપરા નો કોંગ્રેસ ના પ્રતિસ્પર્ધી ઉમેદવાર રિદ્ધિબેન મનીષભાઈ ગાંધી સામે ૯૯ મત થી ભવ્ય વિજય થયો હતો દામનગર શહેર ની છ વોર્ડ ની "ડ" વર્ગ ધરાવતી નગરપાલિકા માં બે વોર્ડ ની એક એક બેઠક ની પેટા ચૂંટણી માં બંને ભારતીય જનતા પાર્ટી ના સેવા ભાવિ સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો નો ભવ્ય વિજય થતા ભવ્ય આતિષબાજી સાથે ખૂબ મોટી સંખ્યા માં શુભેચ્છા પાઠવવા લોકો ઉપસ્થિત રહ્યા હતા ગત સામાન્ય ચૂંટણી માં ૨૪ માંથી ૨૨ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી અને બે ઉપર વિપક્ષ કોંગ્રેસ જીતી હતી પૂર્વવત રીતે પેટા ચૂંટણી માં પુનઃ ૨૨ બેઠકો જાળવી રાખતી ભારતીય જનતા પાર્ટી એ પેટા ચૂંટણી માં ગુમાવેલ બેઠક પરત મેળવવા માં ભાજપ સફળ રહું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
