થોરાળા પોલીસે નવા વર્ષમાં દારૂના ત્રણ દરોડા પાડયા: બુટલેગર એક પણ પકડાયો નહી - At This Time

થોરાળા પોલીસે નવા વર્ષમાં દારૂના ત્રણ દરોડા પાડયા: બુટલેગર એક પણ પકડાયો નહી


થોરાળા પોલીસ મથક વિસ્તારમાં એસએનસીની ટીમે દરોડો પાડી દારૂનો મોટો જથ્થો પકડી પાડતા સ્થાનિક પોલીસને મોટો રેલો આવ્યો હતો ત્યારે સફાળી જાગેલી થોરાળા પોલીસે દારૂના ત્રણ દરોડા પાડયા હતા પરંતુ ફકત 58 બોટલ દારૂ ઝડપાયો હતો. પરંતુ એક પણ બુટલેગર હાથમાં ન આવતા પોલીસ ફરીવાર શંકાના દાયરામાં આવી હતી.
દરોડાની વિગત મુજબ થોરાળા પોલીસ મથકના પીઆઈ બી.એમ.ઝણકાતની રાહબરીમાં પીએસઆઈ પી.એમ.રાઠવા અને ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે ગંજીવાડા મેઈનરોડ પર શક્તિપાનની બાજુમાં રહેતા બુટલેગર લખન શૈલેષ મજેઠીયાના મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 43 બોટલ અને રોકડ 44 હજાર મળી રૂા.82 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે બુટલેગર લખન મજેઠીયા અને તેનો ભાગીદાર હિતેષ ભગવાનજી મજેઠીયા નાસી છુટવામાં સફળ થયા હતા.
જયારે ગંજીવાડા શેરી નં.15માં રહેતી બુટલેગર હંસા ભગવાનજી મજેઠીયાના મકાનમાં દરોડો પાડી થોરાળા પોલીસે દારૂની 50 બોટલ રૂા.61450નો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે મહિલા બુટલેગર પણ નાસી છુટવામાં સફળ રહી હતી. ત્રીજા દરોડામાં નવા થોરાળા મેઈનરોડ પર ગોકુલપરા શેરી નં.3માં રહેતા અશોક ઉર્ફે કીલુ મોહન ચાવડાના મકાનમાં થોરાળા પોલીસે દરોડો પાડી દારૂની 15 બોટલ રૂા.7500નો મુદામાલ કબ્જે કર્યો હતો. થોરાળા પોલીસે પાડેલા ત્રણેય દરોડામાં ફકત દારૂ જ હાથમાં આવ્યો હતો જયારે બુટલેગરો ફરાર થયા હતા. જેથી દરોડા ફકત દેખાડવા માટે જ પાડવામાં આવ્યા હોય તેવી ચર્ચાએ જોર પકડયું છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.