દિલ્હીમાં વઘતા પ્રદૂષણને કારણે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનમાં ફેરફાર:હવે 50 ટકા સરકારી કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે; GRAP-4 લાગુ કરવામાં આવશે તો ધો.12 સુધી સ્કૂલો ઓનલાઈન ભણાવશે
દિલ્હીમાં છેલ્લા 20 દિવસથી સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ અનુસાર, હવે દિલ્હી-NCRમાં GRAP-3 લાગુ કરવાની સાથે, 5મી સુધીના તમામ વર્ગો ઓનલાઈન કરવા ફરજિયાત છે. બીજી તરફ, જો GRAP-4 લાગુ કરવામાં આવશે તો 12મા સુધીના તમામ વર્ગો ઓનલાઈન ચાલશે. પહેલા રાજ્ય સરકારોને શાળાઓ સંબંધિત આ નિર્ણય લેવાનો અધિકાર હતો, પરંતુ હવે તેને નિયમ બનાવી દેવામાં આવ્યો છે. રાજધાનીમાં બુધવારે સતત 5માં દિવસે AQI 400થી ઉપર નોંધાયો હતો. AQI અનુસાર, આ પ્રદૂષણની 'ગંભીર' કેટેગરી છે. દિલ્હીમાં પ્રદૂષણની 2 તસવીરો... આ બે મોટા ફેરફારો GRAPમાં પણ થયા 1. GRAP-3 હેઠળ, રાજ્ય સરકારોને જાહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશનોના કામકાજના સમયમાં ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું છે. જેથી ટ્રાફિક જામ ઓછો થઈ શકે અને પ્રદુષણ પણ ઘટાડી શકાય. આ પગલું હવાની ક્વોલિટી સુધારવાના પ્રયાસોનો એક ભાગ છે. 2. GRAP-4 હેઠળ માસ્ક એડવાઇઝરી પણ લાગુ કરવામાં આવી છે, જેમાં હવા ખૂબ જ ખરાબ હોય ત્યારે બહાર જતી વખતે લોકોને માસ્ક પહેરવાનું કહેવામાં આવે છે. આ પગલું તેમના સ્વાસ્થ્યને બચાવવામાં પણ મદદરૂપ થશે. 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ દિલ્હી સરકારે સરકારી ઓફિસોમાં ઘરેથી કામ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના 50% કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. આ માહિતી પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આપી હતી. વધતા પ્રદૂષણને જોતા સુપ્રીમ કોર્ટે જજોને ડિજિટલ સુનાવણીનો વિકલ્પ આપ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સંજીવ ખન્નાએ કહ્યું કે જ્યાં પણ શક્ય હોય, કોર્ટે ત્યાં ડિજિટલ રીતે સુનાવણી હાથ ધરવી જોઈએ. વકીલો વર્ચ્યુઅલ રજુઆત કરી શકે છે. ખરેખરમાં કપિલ સિબ્બલ સહિત સુપ્રીમ કોર્ટના ઘણા વકીલોએ આ માંગણી કરી હતી. કોર્ટે તેના સ્ટાફ માટે માસ્ક પહેરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે પંચને પૂછ્યું હતું કે- GRAP 4 લાગુ કરવામાં મોડુ કેમ થયું? હાલમાં, સુપ્રીમ કોર્ટે GRAP-3 અને GRAP-4 લાગુ કરવામાં વિલંબ માટે પંચ અને સરકારને ફટકાર લગાવી હતી. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આગામી આદેશો સુધી સમગ્ર NCRમાં શાળાઓ બંધ રાખવામાં આવે.
સુપ્રીમ કોર્ટે CAQM ને કડક બનવાનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે પ્રતિબંધ લાગુ કરવાનું કામ સ્થાનિક અધિકારીઓ પર છોડવામાં આવશે નહીં. જ્યારે AQI 400 પાર કરે છે ત્યારે GRAP લાદવામાં આવે છે હવામાં પ્રદૂષણનું સ્તર ચકાસવા માટે, તેને 4 કેટેગરીમાં વહેંચવામાં આવ્યું છે. દરેક સ્તર માટે ધોરણો અને પગલાં નિશ્ચિત છે. તેને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે GRAP કહેવામાં આવે છે. તેની 4 કેટેગરીઓ હેઠળ, સરકાર પ્રદૂષણ ઘટાડવા માટે નિયંત્રણો લાદે છે અને પગલાં જાહેર કરે છે. GRAP-1: ખરાબ (AQI 201-300)
GRAP-2: ખૂબ જ ખરાબ (AQI 301-400)
GRAP-3: ગંભીર (AQI 401 થી 450)
GRAP-4: ખૂબ જ ગંભીર (AQI 450 થી વધુ) AQI શું છે અને તેનું ઉચ્ચ સ્તર કેમ જોખમી છે? AQI એક પ્રકારનું થર્મોમીટર છે. તે માત્ર તાપમાનને બદલે પ્રદૂષણ માપવાનું કામ કરે છે. આ સ્કેલ દ્વારા, હવામાં હાજર CO (કાર્બન ડાયોક્સાઇડ), ઓઝોન, NO2 (નાઇટ્રોજન ડાયોક્સાઇડ), PM 2.5 (પાર્ટિક્યુલેટ મેટર) અને PM 10 પ્રદૂષકોની માત્રા તપાસવામાં આવે છે અને શૂન્યથી 500 સુધીના રીડિંગમાં બતાવવામાં આવે છે. હવામાં પ્રદૂષણનું પ્રમાણ જેટલું વધારે છે, AQI લેવલ વધુ રહે છે અને AQI જેટલો વધુ, તેટલી હવા વધુ જોખમી છે. જો કે 200 અને 300 વચ્ચેનો AQI પણ ખરાબ માનવામાં આવે છે, પરંતુ સ્થિતિ એવી છે કે રાજસ્થાન, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં તે 300ને પાર પહોંચી ગયો છે. આ વધતો AQI માત્ર એક નંબર નથી. આ આગામી રોગોના ભયનો પણ સંકેત છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.