શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી - At This Time

શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી


શ્રી યોગીરાજ વિદ્યામંદિર બોટાદ માં કેજી થી ધોરણ 12 નાં વિધાર્થીઓ દ્વારા વિવિધ સ્પર્ધાનું આયોજન કરી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં વેસ્ટ માંથી બેસ્ટ - રાખડી સર્જનાત્મક પ્રવૃત્તિ, ડીશડેકોરેશન સ્પર્ધા, વક્તવ્ય તથા પવિત્ર પર્વની સાર્થકતા માટે બહેનોએ ભાઈઓને કંકુ તિલક, આરતી સાથે મો મીઠું કરાવી ભાઈને રાખડી બાંધી ને "ભાઈ - બહેનના" પવિત્ર પર્વને કાયમ કરતી ભારતીય સંસ્કૃતિ ની જ્યોતિ પ્રજ્જલિત રહે તેમજ" દુનિયાનો એક માત્ર એવો
સંબંધ જ્યાં ઝઘડા લાખો થાય પણ લાગણીયો કરોડ થાય " ભાઈ - બહેનનાં પ્રેમ, લાગણી અને સ્નેહ અતૂટ સંબંધ એટલે રક્ષાબંધન પર્વ ભાવનાઓ કાયમ કરતું શ્રી યોગીરાજ વિદ્યામંદિર- બોટાદ. આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્યશ્રી અને તમામ શિક્ષક મિત્રોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image