ગુજરાત ઈલેક્શન 2022 : જામખંભાળીયા બેઠક પર ત્રણેય પાર્ટીના નેતાઓની થશે સીધી ટક્કર  - At This Time

ગુજરાત ઈલેક્શન 2022 : જામખંભાળીયા બેઠક પર ત્રણેય પાર્ટીના નેતાઓની થશે સીધી ટક્કર 


ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન માટેના ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. ગુજરાતમાં પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સમીકરણો બદલાઈ રહ્યા છે.

ગુજરાતમાં પ્રથમ તબક્કાની સૌરાષ્ટ્રની બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે રાજકીય પાર્ટીના એક પછી એક નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. ગઈકાલે પ્રથમ તબક્કા માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. રાજકોટ સહીત સૌરાષ્ટ્રની 34 બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. સૌરાષ્ટ્રમાં કુલ 736 ઉમેદવારોએ ચૂંટણી અધિકારી પાસે ફોર્મ ભર્યા હતા. ગઈકાલે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ફ્રોમ ભરવાનો છેલ્લો દિવસ હોય તેથી ઉમેદવારોનો ઘસારો જોવા મળી રહ્યો હતો.  આ વર્ષે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. ગુજરાતમાં ચૂંટણીમાં ટીકીટનો લઈને પણ ભારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે ઘણા બધા ઉમેદવારોએ અપક્ષ રીતે પણ ફોર્મ ભર્યા હતા.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડાક દિવસનું જ અંતર છે ત્યારે વિવિધ પાર્ટી દ્વારા તેજ ગતિથી પ્રચાર થઇ રહ્યો છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન હોવાથી રાજકીય પાર્ટી દ્વારા જુદી જુદી રીતે પાર્ટી પ્રચાર કરતી હોય છે.

ગુજરાતમાં આ વર્ષે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ વિધાનસભાની દરેક બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટીએ તેમના તમામ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી પહેલા દ્વારકાથી ચૂંટણી લાડવાના હતા જો કે તેમણે જાંખભાળિયા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા હતા. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી સૌરાષ્ટ્રના વતની છે અને જાંખભાળિયા પરથી ચૂંટણી લડવાની સાથે જ ભાજપના મુળુભાઈ બેરા એ કોંગ્રેસના વિક્રમ માડમ સામે ખરાખરીનો જંગ જામશે. 

જામખંભાળીયાની આ મજબૂત બેઠક પર સૌરાષ્ટ્રની નજર રહેશે. આ બેઠક પર આમ  આદમી પાર્ટીના સીએમ કેન્ડીડેન્ટ ઈસુદાન ગઢવીની સાથે સાથે કદાવર નેતા ચૂંટણી લડી રહ્યા છે. ગત બેઠક પર વિક્રમભાઈ માડમ વિજેતા બન્યા હતા. આ બેઠક પર આહીર જ્ઞાતિનો દબદબો છે. પૂનમબેન માડમ ચૂંટણી લડી શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ બેઠક પર ઈસુદાન ગઢવીને ટીકીટ આપતા સીધી જ ટક્કર જોવા મળી રહી છે. જો આમ આદમી પાર્ટીથી ભારતીય જનતા પાર્ટી કરતા કોંગ્રેસને વધુ નુકસાન કરી શકે છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.