એક તરફ દેશ આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે - At This Time

એક તરફ દેશ આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે


આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ગુજરાતમાં સૌથી ચતુર અને ચાલાક અને શાણી સમજુ હોવાની ઉપમા અને નામના ધરાવનાર ચુડાસમા રાજપુત સમાજ દ્વારા 100 વર્ષ પહેલાં એટલે કે 1922 માં સમાજનું બંધારણ તૈયાર કરેલ જેને 100 વર્ષ પૂર્ણ થતાં ઉત્સાહ અને ઉમંગ સાથે ભવ્યાતિભવ્ય શતાબ્દી મહોત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે વિશેષ રથયાત્રા યોજી સમાજના તમામ ગામોમાં ફરી આમંત્રણ તેમજ મહોત્સવની ઊજવણી અંગેનું આયોજન માટે સમાજના પ્રમુખ સહિત હોદ્દેદારો અને આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં રથ સાથે ભવ્ય યાત્રા અને કાફલા સાથે પહોંચી રહ્યા છે ત્યારે ઠેર ઠેર થઈ રહ્યું છે વાજતે ગાજતે ઢોલ નગારા અને રેલીઓ સાથે ભવ્ય સ્વાગત સન્માન, બંધારણ શતાબ્દી મહોત્સવ ઉજવણીને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દેશ આજે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં ઉત્સાહ અને ઉમળકાભેર ઊજવણી કરી રહ્યો છે ત્યારે ગુજરાતમાં વસતો એક એવો સમાજ કે જે શાણી સમજુ અને ચતુર ચાલાક અને અન્ય સમાજો કરતા 2 ડગલાં આગળ વિચારવાની ઉપમા ધરાવનાર ક્ષત્રિય જ્ઞાતીનો ચુડાસમા સમાજ કે જેઓએ વર્ષ 1922 માં આઝાદી પહેલાં જ સમાજના હિતમાં સમાજના સંસ્કાર ઘડતર, સમાજ સેવા, સંગઠન જેવા ઉમદા હેતુ ઉજાગર કરવા અને શિક્ષણ દ્વારા આદર્શ સમાજનું યોગ્ય ઘડતર અને લોકહિતમાં સમાજનું ઘડતર થાય તે માટે આગોતરી વિચારધારા સાથે ચુડાસમા સમાજના દીર્ઘ દૃષ્ટા સ્વ. મનુભા ચુડાસમા (ચેર) અને તેમની ટીમ દ્વારા સમાજનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું જે બંધારણને 100 વર્ષ પૂર્ણ થતાં શ્રી ચુડાસમા રાજપુત સમાજ ધંધુકા દ્વારા બંધારણ શતાબ્દી મહોત્સવ ઊજવણી અંતર્ગત ચુડાસમા રાજપુત સમાજના ધંધુકા ધોલેરા બરવાળા અને રાણપુર તાલુકાના તમામ ગામોમાં જઈ લોકોને આમંત્રણ સાથે આયોજન માટેની વિશેષ રથયાત્રા યોજવામાં આવી છે જે યાત્રા 25 સપ્ટેમ્બર 2022 ના રોજ ચુડાસમા રાજપુત સમાજના કુળદેવી ખોડીયાર માતાજીના મંદિર ગોરાસુ ખાતેથી યોજી હતી જે રોજ અલગ અલગ ગામોમાં જઈ રહી છે ત્યારે આ રથયાત્રા ને લઈ અને આગામી શતાબ્દી મહોત્સવની ઉજવણીને લઈ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આ રથયાત્રા માં ચુડાસમા રાજપુત સમાજના પ્રમુખ વિરમદેવસિંહજી ચુડાસમા તેમજ સમાજના હોદ્દેદારો વડીલો આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં રથ અને ભવ્ય કાફલા સાથે ગામેગામ જઈ રહ્યા છે ત્યારે ઠેર ઠેર રથયાત્રા સાથે આગેવાનોનું વાજતે ગાજતે ઢોલ નગારા અને રેલીઓ ઘોડાઓ સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત સન્માન થઈ રહ્યું છે ગામેગામ આયોજન અંગેની સભાઓ થઈ રહી છે અને ગામેગામ થી ચુડાસમા રાજપુત સમાજ દ્વારા સમાજના આ શતાબ્દી મહોત્સવ ઊજવણીના આયોજનમાં સહભાગી થવા માટે યોગદાન સાથે અનુદાન આપી રહ્યા છે ત્યારે આગામી જાન્યુઆરી 2023 ના વર્ષમાં શ્રી ચુડાસમા રાજપુત સમાજ દ્વારા બંધારણ શતાબ્દી મહોત્સવની ભવ્યાતિભવ્ય ઊજવણી કરાશે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon