ઉપલેટાના મોટી પાનેલી ગામની ફુલજર નદીમાં સાંજ પડે અને સંધ્યા ઢળ્યા બાદ વહેલી સવાર સુધીમાં થઈ રહી છે બેફામ રેતીની ખનીજ ચોરી - At This Time

ઉપલેટાના મોટી પાનેલી ગામની ફુલજર નદીમાં સાંજ પડે અને સંધ્યા ઢળ્યા બાદ વહેલી સવાર સુધીમાં થઈ રહી છે બેફામ રેતીની ખનીજ ચોરી


સ્થાનિકોની મિલીભગત અને ભાગ બટાઈ રાખીને નદીમાંથી રેતી કાઢવાનું કારસ્તાન ચાલુ કરાયું

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૫, ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામની ફૂલઝર નદી માંથી છેલ્લા ઘણા સમયથી સાંજ પડ્યા બાદ અચાનક ક્યાંકથી હિટાચી, રેતી ભરવાના ડમ્પરો, ટ્રેકટરો, જેસીબી, હિટાચી આવી જાય છે અને રેતી ચોરી કરીને ઓવરલોડ અને ગેરકાયદેસર ખનીજચોરી કર્યા બાદ રેતી ભરીને અંધારામાં નીકળી જતા હોવાના પુરાવાઓ મીડિયા પાસે આવ્યા છે જેમાં આ સમગ્ર કારસ્તાન કોઈ ઢાંકના વ્યક્તિઓ અને પાનેલીના સ્થાનિક વ્યક્તિઓની સાથે મળીને અધિકારીઓ અને પોલીસની સાથે ભાગ બટાઈ અને મિલીભગત કરી ચલાવી રહ્યા હોવાની બાતમીદારો અને સુત્રો પાસેથી માહિતી મીડિયા પાસે આવી છે.

આમ તો ગેરકાયદેસર થતી ખનીજ ચોરી ઉપર થોડો સમય બદલાયેલા અધિકારી ઘોંસ બોલાવે છે અને બાદમાં હવે આ જવાબદાર અધિકારીઓ સાવ ચૂપ થઈ ગયા હોવાની બાબતો સામે આવી છે જેમાં જવાબદાર અધિકારીઓના માસિક સેટિંગ અને ભાથુ તેમજ ભાગ બટાઈનું ગોઠવાઈ જવાનું શરૂ થઈ જતા હવે ગેરકાયદેસર કારસ્તાન હવે રેડ પાડવા માંથી બાકાત કરી દેવામાં આવ્યો હોવાના કિસ્સા સામે આવે આવ્યા છે ત્યારે આ બધાની વચ્ચે મોટી પાનેલી ગામની ફુલજર નદીમાં સાંજ પડે અને જેવું અંધારૂં થાય તેવામાં જ ક્યાંકથી ડમ્પરો, ટ્રેકટરો, રેતી ભરવાના હિટાચી,જે.સી.બી. લોડર ક્યાંકથી આવી જાય છે અને વહેલી સવારનો સુરત ઉગે ત્યાં સુધી ભરપુર ભાગ બટાઈ સાથે અહીંયા રેતી ચોરી થતી હોવાની બાબતો સામે આવી છે ત્યારે હવે મીડિયાના અહેવાલ બાદ તંત્રની રેડ પાડવાની નાટકબાજી શરૂ થશે અને આ સાથે સંકળાયેલા સ્થાનિક ભાગીદારો અને અધિકારીઓ આ મામલાને દબાવવા માટે અને મીડિયાને ચૂપ કરાવવા માટે ધમ-પછાડા આગામી દિવસોમાં શરૂ પણ કરશે અને રેડ પાડી ખનીજ ચોરો ઉપર ઘોંસ બોલાવી સપાટો કર્યા હોવાના પણ સમાચાર સામે આવશે તે પણ આગામી દિવસોમાં જોવા ચોક્કસ મળશે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
Mo. 9016201128


9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image