8મુ પગાર પંચ ક્યારે લાગુ થશે? સરકારે આપી મહત્વની જાણકારી

8મુ પગાર પંચ ક્યારે લાગુ થશે? સરકારે આપી મહત્વની જાણકારી


નવી દિલ્હી, તા. 05 ઓગસ્ટ 2022 શુક્રવારલાંબા સમયથી 8 મુ પગાર પંચ આવવાની ચર્ચા ચાલુ છે. જે મુદ્દે ઘણીવાર મીડિયા રિપોર્ટ સામે આવતા રહે છે પરંતુ એ લાગુ થશે કે નહીં એ વાતને લઈને શંકા અકબંધ હતી પરંતુ હવે મોદી સરકાર તરફથી આ સંબંધિત નવી અપડેટ આવી છે. જેમાં સરકારે સ્પષ્ટ કર્યુ કે આઠમુ પગાર પંચ આવવાનુ નથી. સંસદમાં નાણામંત્રીએ આપ્યો જવાબમીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર તરફથી આ પ્રકારના કોઈ પણ દાવાને નિરાધાર ગણાવાયો છે. જેમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શનના રિવીઝન માટે 8 મુ કેન્દ્રીય પગાર પંચ લાવવાની વાત કહેવામાં આવી રહી છે. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં કહ્યુ કે સરકારની પાસે આવો કોઈ પણ પ્રસ્તાવ વિચારાધીન નથી.મીડિયા રિપોર્ટ અનુસાર નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શુ એ સત્ય છે કે સરકાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને પેન્શનને રિવાઈઝ કરવા માટે 8મુ પગાર પંચ લાગુ કરવા મુદ્દે વિચાર કરી રહી છે. આની પર સરકાર તરફથી કહેવામાં આવ્યુ કે તે આવવાનુ નથી.આ ફોર્મ્યુલાનો થઈ શકે છે ઉપયોગકેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીએ કહ્યુ કે એ સૂચન જરૂર આપવામાં આવ્યુ છે કે પે-મેટ્રિક્સમાં સમયાંતરે પરિવર્તન થાય અને આ માટે આગામી પગાર પંચની જરૂર ના પડે. એવામાં આની સમીક્ષા અને એક્રોયડ ફોર્મ્યુલાના પુનરાવર્તનના આધારે કરવામાં આવી શકે છે, જે સામાન્ય માણસની જરૂરિયાતના સામાનની કિંમતોને ધ્યાનમાં રાખીને પરિવર્તન કરી શકે છે. DAમાં સંભવિત વધારોવધતી મોંઘવારીને લઈને એવી આશા કરાઈ રહી હતી કે ઓગસ્ટની શરૂઆતમાં કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરો ડીએ અને ડીઆરમાં 4 ટકા સુધીનો વધારો કરી શકે છે. જોકે, અત્યાર સુધી આની પર નિર્ણય લેવાયો નથી. જો સરકાર ડીએમાં વધારો કરે છે, તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જોરદાર નફો જોવા મળશે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »