સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, સમગ્ર શહેર દેશભક્તિનાં રંગે રંગાયુ. - At This Time

સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, સમગ્ર શહેર દેશભક્તિનાં રંગે રંગાયુ.


નાયબ મુખ્ય દંડક, નગરપાલિકા પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ય

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજથી શરૂ થયેલી આ વિશાળ તિરંગા યાત્રાને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા કલેકટર કે. સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ગિરીશ પંડ્યા સહિતનાં મહાનુભાવોનાં હસ્તે વંદે માતરમ ભારત માતા કી જયના નારાઓ સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું ૩.૦ કિમી જેટલું અંતર આવરી લેતી આ યાત્રામાં ૩,૫૦૦ થી વધુ લોકો હર્ષોલ્લાસ સાથે સામેલ થયા હતા તિરંગા યાત્રાનાં પગલે સમગ્ર શહેરમાં દેશ ભક્તિમય વાતાવરણ સર્જાયુ હતું યાત્રાનાં માર્ગ પર તેનું સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને ઝંડા ફરકાવી, ભારત માતા કી જયનાં પોકારો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું દર થોડા અંતરે અલગ અલગ શાળાનાં વિદ્યાર્થીઓ, નાગરિકો, વિવિધ સંસ્થાઓ આ યાત્રામાં જોડાતા જોવા મળ્યા હતા હાથમાં તિરંગા સાથે યુવાનોએ વંદે માતરમ ભારત માતા કી જયના જયઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું દેશભક્તિના ગીતો દ્વારા દરેક નગર વાસીઓના દિલમાં દેશભક્તિ જાગૃત કરવાનો સુંદર પ્રયાસ આ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો જિલ્લાની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા યાત્રાના રૂટ પર પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી યાત્રાના સમાપન પ્રસંગે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે સુરેન્દ્રનગરમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એમ.પી.શાહ આર્ટસ કોલેજ થી શરૂ થયેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચી છે સ્કૂલના બાળકો, એન.સી.સી. પોલીસ, હોમગાર્ડના જવાનો વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓને તિરંગા યાત્રામાં સહભાગી બનીને દેશપ્રેમની સુંદર અભિવ્યક્તિ કરવા બદલ તેમને અભિનંદન આપ્યા હતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનમાં દરેક લોકોએ પોતાના ઘર પર તિરંગો લહેરાઈ આ અભિયાનમાં સહભાગી બનવા જણાવ્યું હતું તિરંગોએ આપણી આન, બાન અને શાન છે આથી તિરંગાનું ગૌરવ અને સન્માન જળવાઈ રહે તેનું ધ્યાન રાખવા ઉપસ્થિત સર્વે લોકોને જણાવ્યું હતું જિલ્લા કલેકટર કે. સી. સંપટે સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ કરી હતી યાત્રામાં નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, અગ્રણી વર્ષાબેન દોશી, હાર્દિકભાઈ ટમાલીયા, મહેન્દ્રભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ આગેવાનો, નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝા, વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ ધુળા, જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ, મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.