ગુજરાત સરકાર ના પાણી પુરવઠા મંત્રી સમી ખાતે નવીન ફિલ્ટરેશન પ્લાન્ટ ની મુલાકાત લીધી.
પાટણ જિલ્લાના સમી ખાતે બનેલ નવિન ફિલ્ટરેશન પ્લાન્ટ ની ગુજરાત સરકાર ના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળિયા એ આજરોજ મુલાકાત લીધી હતી. અધિકારીઓ ને મંત્રી દ્વારા સૂચિત કરવામાં આવ્યા હતા કે સત્વરે પીવા ના પાણીનું નિરાકરણ લાવે. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં પીવા માટે પાણી ની પડતી સમસ્યાનું નિવારણ ઝડપી લાવવા અધિકારીઓ ને સુચના આપવામાં આવી હતી.
આ પ્રસંગે પાટણ ના સાંસદ ભરતસિંહજી ડાભી, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર, રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોર,તેમજ સમી તાલુકાના હોદ્દેદારો, અધિકારીઓ,આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
7600805049
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.