સહકાર ભારતી ગુજરાતનું ગુજરાત પ્રદેશ અધિવેશન મીટીંગ બોટાદ ખાતે યોજશે - At This Time

સહકાર ભારતી ગુજરાતનું ગુજરાત પ્રદેશ અધિવેશન મીટીંગ બોટાદ ખાતે યોજશે


( હર્ષદ ચૌહાણ દ્વારા)
સહકાર ભારતી ગુજરાતનું ગુજરાત પ્રદેશ અધિવેશન તારીખ 19/20 ઓક્ટોબર 2024 ના પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા પાળીયાદ મુકામે યોજવાનું નક્કી થયેલ છે. જેના વ્યવસ્થાકીય કામકાજ માટે કાર્યકર્તાઓની એક અગત્યની મીટીંગ તારીખ 11-8-2024 ને રવિવારના રોજ બપોરના ત્રણ કલાકે શ્રી રામ સેવા સહકારી મંડળી લિ. બોટાદની ઓફિસમાં ગોવિંદજીની ચાલી પાછળ પરા વિસ્તાર બોટાદમાં રાખેલ છે. જેના માર્ગદર્શન માટે જીવણભાઈ ગોલે પ્રદેશ સંગઠન પ્રમુખ તથા વિનોદભાઈ બરોચીયા પ્રદેશ મહામંત્રી ઉપસ્થિત રહેવાના છે તો સૌ કાર્યકર્તા મિત્રોને ઉપસ્થિત રહેવા સહકાર ભારતી બોટાદ જિલ્લા પ્રમુખ ભૂપતભાઈ ધાધલ તથા સંગઠન પ્રમુખ વિજયભાઈ ધાધલ વિભાગ સયોજક સવજીભાઈ શેખ તથા તાલુકા પ્રમુખ કનુભાઈ ખાચરની યાદીમાં જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.