ભાભર ના નેસડા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત કાર ચાલક નું મોત... - At This Time

ભાભર ના નેસડા પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત કાર ચાલક નું મોત…


પીએમ માટે મૃતક ને લઈ આવતા ડોકટર હાજર ના હોવાથી
ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સી એચ સી માં દોડી આવી
ઉચ્ચ કક્ષા એ મૌખિક રજૂઆત કરવામાં આવી...

ભાભર પંથક માં સામૂહિક આરોગ્ય કેન્દ્ર નું કામ દિન પ્રતિદીન લથડતું જઈ રહ્યું હોય તેમ વર્તાઈ રહ્યું છે ભાભર સી.એચ સી પૂરતી દવા નો સ્ટોક ના હોઈ દર્દી ઓ હેરાન થઈ રહ્યાં છે તેમજ ડોકટર પ્રાઇવેટ મેડિકલ સ્ટોર માંથી દવાઓ લખી મોટા કમિશન લેતા હોવા ના પણ આક્ષેપ થઈ રહ્યા છે તેમજ ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં 5 ડોકટરો નું મહેકમ હોવા છતાં ડોકટરો રજા પર તથા ડયુટી ના સમય હાજર ના રહેતા હોવાનું પણ આક્ષેપ થઈ રહ્યા છે
ત્યારે આજ રોજ બપોરે 12 વાગ્યા આસપાસ ભાભર તાલુકાના નેસડા ગામ પાસે મારૂતિ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયેલ જેમાં કાર ચાલક વાવ તાલુકાના લાલપુર ગામ ના ભાણજી ભાઈ રામચંદ્ર ભાઈ ઠાકોર નું મોત થયેલ તેમના સગાઓ દ્વારા લાશ ને ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં પી.એમ.માટે લાવેલ પરંતુ કલાકો સુધી ભાભર સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં ડોકટર ના આવતા મૃતક ના સગા એ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ને જાણ કરતા ગેની બેન તાત્કાલિક સરકારી દવાખાને આવેલ અને 5 ડોકટર નું મહેકમ હોવા છતાં એક પણ ડોકટર હાજર ન હોવાથી આ બાબતે ઉચ્ચ કક્ષાએ મોખિક રજૂઆત કરેલ પોતાના વિસ્તાર માં આરોગ્ય વિભાગ ની બેદરકારી આરોગ્ય વિભાગ ને જાણ કરી હતી આરોગ્ય કર્મી એ જણાવ્યું હતું ડોકટર જમવા ગયા છે તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો આરોગ્ય વિભાગ ની બેદરકારી નજરે આવી હતી
સવાલ એ થાય છે કે સરકાર શ્રી દ્વારા 5 ડોકટર નું મહેકમ ભરવા માં આવેલ છે જેને લઇ ઇમરજન્સી સારવાર મળી રહે તેમજ પૂરતી આરોગ્ય સેવા મળી રહે પરંતુ આ પરિસ્થિતિ માં જો કોઈ ઇમરજન્સી આવે તો શું હાલત થાય તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

અહેવાલ - પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.