ગારીયાધાર તાલુકાની શ્રી સાતપડા પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉત્સવ ઉજવાયો - At This Time

ગારીયાધાર તાલુકાની શ્રી સાતપડા પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉત્સવ ઉજવાયો


ગારીયાધાર તાલુકાની શ્રી સાતપડા પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉત્સવ ઉજવાયો

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજ રોજ ગારીયાધાર તાલુકાની શ્રી સાતપડા પ્રા શાળા ની અંદર પ્રવેશોત્સવ તા.૨૭/૬/૨૪ ના રોજ ભવ્ય રીતે ઉજવાયો.

આ પ્રસંગે ગાંધીનગરથી ખાસ બાળકોને પ્રોત્સાહિત કરવા અને શિક્ષણના ક્ષેત્રે પ્રથમ પગલું માંડવા થનગની રહેલ ભૂલકાઓને આવકારવા માટે ડોક્ટર સુચિન્દ્ર સાહેબ ઉપસ્થિત રહ્યા અને બાળકોને વિધિવત પ્રવેશ આપ્યો.

આ જ પ્રસંગે વતન પ્રેમી અને શિક્ષણપ્રેમી એવા જયંતીભાઈ કથીરિયા ખાસ સુરતથી આવી પ્રસંગમાં હાજરી આપી તેમજ શાળાના તમામ બાળકોને નોટબુકનું વિતરણ કર્યું. તેમજ તમામ બાળકોને નાસ્તો કરાવ્યો. આજનો ઉત્સવ એટલે કે બાળકોને આવકારવાનો ઉત્સવ અને આ ઉત્સવની અંદર મહેમાનશ્રીઓ ,ગુરૂજનો , વાલીગણ તથા ગ્રામજનોમાં અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.

આજના પ્રસંગે તમામ સહભાગી થઈ સાથ સહકાર આપ્યો તે બદલ શાળા પરિવાર તમામનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.