શું વિસાવદર વિધાન સભામાં આયાતી ઉમેદવારનો વિજય થશે
શું વિસાવદર વિધાન સભામાં આયાતી ઉમેદવારનો વિજય થશે વિસાવદર ૮૭ વિધાનસભા મત વિસ્તારમાં જ્યારથી માર્કેટિંગયાર્ડમાં મગફળીનું કૌભાંડ થયેલ છે અને તેમાં કહેવાતા એક રાજકીય પક્ષના આગેવાનની અને તેમને બચાવવા માટે સમગ્ર ભાજપ પાર્ટી ના તત્કાલીન નેતાઓ મેદાને આવેલ હતા અને નિર્દોષ ખેડૂતોને નામે મગફળી ખરીદી અને કોભાંડ કરેલ વાસ્તવિક રીતે રાજસ્થાની મગફળી ખરીદી અને નિર્દોષ ખેડૂતોના સાત બાર આઠ ના દાખલાઓ મેળવી અને તેમના ખાતામાં સરકાર શ્રી માંથી પેમેન્ટ કરાવી આ પેમેન્ટ ની રકમ ઉપાડી લેનાર આ કૌભાંડની સાથે જિલ્લાના એક આગેવાન દ્વારા તેમને બચાવવા માટે મરણિયા પ્રયાસ કર્યા હતા આ સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટી વિરોધમાં વિસાવદર તાલુકાના ખેડૂતો આગ બબુલા થયેલ છે અને આ મગફળી કૌભાંડ પછી એટલે કે ૨૦૧૭ પછી આજ સુધીમાં ક્યારેય ભારતીય જનતા પાર્ટીને તાલુકાના ખેડૂતોએ મત આપેલ નથી ત્યારે આગામી ધારાસભાની ચૂંટણીમાં શું ભારતીય જનતા પાર્ટી આ આગેવાનને સાથે રાખીને અને તેમને સત્તાનું સોપાન સોંપીને શું મેળવી લેશે ત્યારે તેમની સામે સમગ્ર ગુજરાત ના એક હીરો સમાન નેતા અને સ્પષ્ટ વક્તા ગોપાલ ઇટાલીયાને ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટીએ મેદાને ઉતારેલ છે ત્યારે વિસાવદરની પ્રજા અતિ હોશિયાર અને ગુજરાતમાં દરેક ચૂંટણીમાં કંઈક નવું કરનાર અહીંના લોકો કોઈપણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીને કે કૌભાંડીઓને સ્વીકારે તેવું લાગતું નથી અને જો ત્રિપાખીયો જંગ થશે તો પણ આમ આદમી પાર્ટી મેદાન મારશે અને ભાજપમાં સૌથી વધારે ગ્રુપ છે અને દરેક ગ્રુપ એકબીજાને ભરી પીવાના મૂડમાં છે ત્યારે ભાજપને અહીંથી ચુટાવું ઘણું જ મુશ્કેલ છે એમ છતાં પણ સતાના જોરે કે પૈસાના જોરે ભાજપ પણ આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસને ભરી પીવા તૈયાર જ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
