ભરૂચની શ્રવણ ચોકડી નજીક પુરઝડપે આવેલા ડમ્પર ચાલકે એકને અડફેટે લેતા મોત : પોલીસે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવાની કવાયત કરી - At This Time

ભરૂચની શ્રવણ ચોકડી નજીક પુરઝડપે આવેલા ડમ્પર ચાલકે એકને અડફેટે લેતા મોત : પોલીસે ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવાની કવાયત કરી


દહેજની એક કંપનીમાં ફરજ બજાવતા ૪૪ વર્ષીય ઈશમ કરજ પૂર્ણ કરી કંપનીની બસમાં ઘરે પરત ફરી રહ્યા હતા તે વેળા શ્રવણ ચીકડી નજીક બસ માંથી ઉતરી રોડ ક્રોસ કરતી વેળા પાછળથી પુરઝડપે આવેલ ડમ્પરના ચાલકે અડફેટે લેતા તેઓને ગભીર ઈજાઓ પહોંચતા મોત નિપજતા પોલીસ મથકે ડમ્પર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ચાવજની અનુપનગર સોસાયટીમાં રહેતા : અંબાલાલ મરાઠેએ ફરિયાદ નોંધાવી છે કે હું ગત તારીખ ૨૦-૦૯-૨૦૨૪ ના રોજ મારા નિયત સમય પ્રમાણી મારી મોટર સાયકલ લઈને પાલેજ ખાતે ફરજ ઉપર ગયો હતો ત્યાર બાદ સાંજના સુમારે ફરજ પુરી કરી ભરૂચ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે મારા ઓળખીતા નો ફોન આવેલ કે તમારા મામા કાંતિલાલ હેમરાજભાઈ મરાઠે ઉ.વર્ષ.૪૪ રહે.અંબિકા નગર સોસાયટી શક્તિનાથનો શ્રવણ ચોકડી નજીક અકસ્માત થયો છે જેને ૧૦૮ ની મદદથી ખાનગી હોસ્પિટલ માં લઈ જઈએ છીએ જેથી તમે જલ્દી આવો તેમ કહેતા ફરિયાદી હોસ્પિટલ ખાતે પહોંચેલ ત્યાં તેઓના મામા સાથે ફરજ બજાવતા કર્મચારી વિપુલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અમે નોકરી પન કરી ધરે પરસ્ત કંપનીની બસમાં ફરી રહ્યા હતા તે દરમ્યાન શ્રવણ ચોકડી નજીક તેઓ ઉત્તરી રસ્તો ક્રોસ કરતી વેળા પાછળથી પુરઝડપે આવેલ ડમ્પર નંબર જીજે ૧૬ એડબ્લ્યુ ૭૯૫૫ નો ચાલક દહેજ તરફથી એબીસી ચોકડી તરફ જતી વેળા ટક્કર મારી બંને પગ ઉપર ચઢાવી દઈ ઈજા પહોંચાડી ભાગી છૂટ્યો હતો. જોકે ગંભીર ઈજાઓને કારણે ફરજ પરના તબીબી એ તેમણે મૃત જાહેર કર્યા હતા. જેથી અકસ્માત સર્જી ફરાર ડમ્પર ચાલક સામે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

સોહેલ મન્સુરી, ભરૂચ
૯૯૯૮૪૧૨૫૬૨


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.