દાહોદ જિલ્લાનો બાળક સિટી ગળી ગયો, એસએસજીના તબીબોએ શ્વાસ નળીમાંથી બહાર કાઢી જીવ બચાવ્યો* - At This Time

દાહોદ જિલ્લાનો બાળક સિટી ગળી ગયો, એસએસજીના તબીબોએ શ્વાસ નળીમાંથી બહાર કાઢી જીવ બચાવ્યો*


દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના પાંચ વર્ષના બાળક જયંતકુમાર વિપુલભાઈ તડવીને તેમના ગળામાં સિટી ફસાઈ જવાની બાબત સાથે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવા આવ્યો હતો. જ્યાં તબીબોએ સાવધાની પૂર્વક શ્વાસનળીમાં ફસાયેલી સિટી બહાર કાઢી બાળકને બચાવી લીધો હતો.

આ બાળક પોતાના ગામમાં રમતા રમતા સિટી ગળી ગયો હતો. આ સિટી શ્વાસ નળીમાં ફસાઈ ગઈ હતી. તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઈ હતી. આથી તેને તાબડતોબ અહી દાખલ કરવામાં આવ્યો હતો અને બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની સ્થિતિ પારખીને ડો. રંજન ઐય્યર તથા અન્ય તબીબોએ તત્કાળ સારવાર હાથ ધરી હતી.

તબીબોની ટીમે મહામહેનતે શ્વાસ નળીમાં ફસાયેલી સિટી બહાર કાઢી બાળકને બચાવી લીધો હતો. હાલમાં બાળકની તબિયત સ્થિર છે.


8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image