માળીયા હાટીના તાલુકાના અકાળા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો - At This Time

માળીયા હાટીના તાલુકાના અકાળા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો


માળીયા હાટીના તાલુકાના અકાળા (વિરડી) ગામે આઠમા મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ માળીયા હાટીના તાલુકાના ટી.ડી.ઓ. હરેશ એન.ચૌધરીની અધ્યક્ષામા યોજાયો હતો ગુજરાત સરકાર ના આ સેવા સેતુ કાર્યક્રમ નો હેતુ કે તાલુકા કક્ષાએ થતી કામગીરી જેવી કે આધાર કાર્ડ. આવકનો દાખલો. જાતિનો દાખલો. રેસન કાર્ડ જેવા વીસ જેટલા ડિપાર્ટમેન્ટ દ્વારા 56 પ્રકારની કામગીરી એકજ સ્થળે થી એકજ દિવસમાં થય શકે તે માટે બાર ગામનું એક ક્લસ્ટર બનાવી સેવા સેતુ નો કાર્યક્રમ રાખવામાં આવે છે જેથી લોકોને એકજ સ્થળે થી તમામ પ્રકારના કામોની સુવિધા મળી રહે અને અરજદારો એ તાલુકા કક્ષાએ જવુ ન પડે જેથી લોકોને સમય અને પૈસા ની બચત થાય જેથી આ સેવા સેતુ કાર્યક્રમ મા માળીયા હાટીના તાલુકાના મામલતદાર પી.એ. ગોહેલ અને ટી.ડી.ઓ. હરેશ.એન.ચૌધરી પુરવઠા નાયબ મામલતદાર બી.વી.ભલગરીયા તલાટી કમ મંત્રી આર.એસ.તળાવીયા સહિત અધીકારીઓ અને સરપંચ બહાદુરભાઈ કાગડા અને રાજકીય આગેવાન બહાદુરસિંહ કાગડા સહિતના રાજકીય આગેવાનો અને ગ્રામ પંચાયતના સદસ્યો સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં અરજદારો હાજર રહી આ સેવા સેતુ કાર્યક્રમ ને સફળ બનાવેલ

બાઈટ હરેશ એન.ચૌધરી
ટી.ડી.ઓ.
માળીયા હાટીના તાલુકા
📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.