ઢસા થી ઢસા જંકશન રોડમાં રેલ્વે પોર્શનની કામગીરીને અનુલક્ષીને બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું
ઢસા થી ઢસા જંકશન રોડમાં રેલ્વે પોર્શનની કામગીરીને અનુલક્ષીને બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું
ઢસા થી ઢસા જંકશન રોડમાં રેલ્વે પોર્શનમાં તા.૧૬/૧૨/૨૦૨૩ થી તા.૧૦/૦૨/૨૦૨૪ સુધી કામગીરી થતી હોય અને સદર રસ્તામાં વાહનોની અવર-જવર વધારે થતી હોય તેમજ સદર રસ્તો સાંકડો હોવાને લીધે એજન્સીને કામ કરવામાં મુશ્કેલી ઉભી થતી હોય તેમજ અકસ્માત થવાની સંભાવના હોવાને લીધે સદર રસ્તાનુ ટ્રાફીક ડાઇવર્ટ કરવું જરૂરી હોવાથી સદર રોડ ઉપર અકસ્માત અટકાવવા તેમજ એજન્સીને કામ કરવામાં સરળતા રહે તે માટે બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ તેમને મળેલી સત્તાની રૂએ ડાયવર્ઝન રૂટ તરીકે ઢસાગામ જલાલપુર રોડ થી બુધ્ધગર બાપુની ધાર થઈ મેલડી માતાજીના મંદીર થી જલાલપુર રોડ થઈ ઢસા જંકશન સુધીના રસ્તા ઉપર વાહનોને પસાર થવા ઉક્ત હુકમ દ્વારા ફરમાવ્યું છે.અપવાદરૂપે આ જાહેરનામું ઇમરજન્સી સેવાઓના વાહનોને લાગુ પડશે નહી. આ જાહેરનામું તા.૨૬/૧૨/૨૦૨૩ ક.૦૦/૦૦ થી તા.૧૦/૦૨/૨૦૨૪ ક.૨૪/૦૦ સુધી અમલમાં રહેશે. આ હુકમ/જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.