નવજીવન સાયન્સ કોલેજ,દાહોદ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
કેમ્પ દરમ્યાન ૨૬ યુનિટ જેટલું બ્લડ એકત્રિત કરવામાં આવ્યું.
દાહોદ : દાહોદમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા સંલગ્ન અને દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ ખાતે ઝાયડસ બ્લડ સેન્ટર, દાહોદ અને ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદના ડીન ડૉ.ત્રિપાઠી, ઝાયડસ બ્લડ સેન્ટરના ડૉ. ઋગવી પટેલ (Blood transfusion officer), ઝાયડસ બ્લડ સેન્ટરના અન્ય સ્ટાફ અને કોલેજ સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. ઋગવી પટેલ દ્વારા પાવર પોઈંટ પ્રેઝન્ટેશનના માધ્યમથી બ્લડ ડોનેશન વિશે વિદ્યાર્થીઓને વિસ્તાર પૂર્વક જાણકારી આપી મહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત ડૉ.ત્રિપાઠીએ વિદ્યાર્થીઓને યુવાનોની સમાજ અને રાષ્ટ્ર્ર માટે ભૂમિકા અને બ્લડ ડોનેશન વિશે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ સેમિનારમાં મોટી વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યો હાજર રહ્યા હતા.
બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કોલેજની સ્વયંસેવક બહેનો દ્વારા "First time donor" બ્લડ ડોનેશન કરી બીજા સ્વયંસેવકોને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.
આ કેમ્પમાં એન.એસ.એસ. સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્ધારા ૨૬ યુનિટ જેટલું બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. તમામ કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. શ્રેયસ પટેલ, શ્રી. નીલ પટેલ અને અન્ય સ્વયંસેવકો દ્વારા કાર્યકારી આચાર્યશ્રી ડૉ. જી. જે. ખરાડીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.