શિક્ષક દિન વિશેષ અનોખી ટેરેસ શાળા કે જેને 10 વર્ષથી 600થી વધુ બાળકોને શિક્ષિત કર્યા
આણંદની હિના તડવીનું અભ્યાસ સાથે ગરીબ બાળકોને વિના મૂલ્યે અભ્યાસ કરાવવાનું અનોખુ અભિયાન
શિક્ષણની સાથેકરાટે, નાટક સહિતનીતાલીમ અપાય છે
આણંદના છેવાડાના વિસ્તારમાં બહારથી કામ અર્થે આવતાં મંજૂરો અને ગરીબ વર્ગના બાળકો અભ્યાસ કરતાં નથી. તેવા બાળકો સાથે શાળાએ જતાં ગરીબ બાળકોને શિક્ષિત બનાવીને સક્ષમ બનાવવા માટે અભિયાન આણંદની હિના તડવીએ અભિયાન હાથધર્યુ હતું. દરરોજ સાંજે પોતાના મકાનના ટેરેસ પર બાળકોને બેસાડીને વિનામૂલ્યે ભણતર આપીને પગભર બનાવાના પ્રયાસો હાથ ધર્યા છે. શાળાએ ન જતાં 300થી વધુ બાળકો મળીને 600થી વધુ ગરીબ બાળકોને શિક્ષિત કરીને પગભર કર્યા છે. જેમાંથી મોટાભાગના બાળકો શાળાએ જતાં નથી તેવા બાળકોને શિક્ષિત બનાવવાના પ્રયાસને સૌ કોઇએ બિરદાવ્યા છે.
આજકાલની યુવા પેઢી ફેશન અને હરખવા ફરવા કે મોજમજામાં પોતાની યુવાઓની વેડફી જોવા મળે છે. ત્યારે આણંદ એમ.એ બી.એડ, એમ.એડ કરેલી વિદ્યાર્થીની હિના તડવીએ પોતાની અગાશીમાં પર બાલવાડીથી માંડીને ધો 10 સુધીના બાળકોને વિનામૂલ્યે ગણાવીને તેમના ભવિષ્યને ઉજ્જવલ બનાવાના પ્રયાસ હાથ ધર્યો છે. ગરીબ બાળકો માટે સાચા અર્થમાં ગુરૂ બનીને શિક્ષણ આપી રહ્યાં છે. તેવા ગુરુને આજે શિક્ષક દિને સમાજના આગેવાન સલામ કરીને તેના આ કાર્યને બિરદાવ્યું હતું. આ અંગે હિના તડવીએ જણાવ્યું હતું કે, વર્ષોથી ટેરેસ શાળા ચલાવુ છું. જેમાં દરરોજ સાંજે જુદા-જુદા વિસ્તારમાંથી 50 બાળકો ભણવા માટે આવે છે.
આ વર્ષે તેમાંથી 10 બાળકોએ બોર્ડની પરીક્ષા પણ આપી છે. કોરોનાકાળમાં પણ તેમણે આ કાર્યને અવિરત ચાલુ રાખ્યું હતું. ગરીબીમાં ઉછરેલી હોવાથી આવા બાળકોને શિક્ષણની ચિંતા સતાવતી હતી. તેના ઘરની આર્થિક હાલત સારી ન હતી. તેના પિતાને નાની કરિયાણાની દુકાન છે. બે ભાઇ સાથે ત્રણ બાળકો અને માતાપિતા સહિત પાંચ વ્યકિતના પરિવારની જવાબાદરી પિતા પર છે. આવી સ્થિતીમાં તેણે ભણતર માટે ખુબ મુશ્કેલીઓ વેઠવી પડી હતી. ત્યારથી જ તેને નિર્ણય કર્યો હતો કે નિરાધાર ગરીબ બાળકોને અભ્યાસ કરાવીને પગભર બનાવીને ઘરમાં મદદરૂપ બનતા થાય તેવા પ્રયાસ હાથ ધર્યા છે. નાના બાળકોને કોઇના બંગલે, ચાની લારી પર કામ કરતાં જોઇને તેમને સારી જીંદગી મળે તે માટે શિક્ષણનો યજ્ઞના ચાલુ કર્યો હતો.
ટેરેસ શાળામાં શિક્ષણની સાથે સાથે કરાટે, એનસીસીની પણ તાલીમ આપવામાં આવે છે. હિના દ્વારા ચલાવામાં આવતી ટેરેસ શાળમાં ભણતરની સાથે બાળકોમાં રહેલી સુશુપ્ત શક્તિ જાગૃત થાય તે માટે કરાટે, નાટક, નૃત્ય અને સહિત સાંસ્કૃતિ કાર્યક્રમો જેવી વિવિધ એક્ટીવીટી પણ કરાવે છે. તેના કાર્યને સૌ કોઇ બિરદાવ્યું હતું. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને વિના મૂલ્યે બાળકોને અભ્યાસ કરાવતાં હિનાબેનનું સાંસદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.