શ્રી શિવમ વિદ્યાલય અને વજીબા માધ્યમિક શાળા કમળાપુર દ્વારા સાઇબર ક્રાઇમ અવેરનેસ તેમજ રક્તદાન કેમ્પનુ અયોજન
જસદણ તાલુકાની અગ્રેસર ગણાતી શ્રી શિવમ વિદ્યાલય અને વજીબા માધ્યમિક શાળા કમળાપુર દ્વારા આજે વાલી મીટીંગ અને પ્રથમ પરીક્ષાના ઇનામ વિતરણ તેમજ સાઇબર ક્રાઇમ અવેરનેસ તેમજ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાડલા પોલીસ સ્ટેશનના પી.આઈ એ દરેક વિદ્યાર્થી અને વાલીને ફ્રોડ ઓ.પી.ટી - એસ.એમ.એસ દ્વારા છેતરપિંડી તેમજ અવનવી એપ્લિકેશન ગેમ દ્વારા ફ્રોડ કરીને છેતરપિંડી કરવામાં આવે છે તેમની માહિતી આપી હતી, તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા દ્વારા રક્તદાન કેમ્પ અને શિક્ષણની માહિતી આપી હતી. તેમજ શ્રી કેશવ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ડાયરેક્ટર મહેશભાઈ લિંબાસીયા દ્વારા મીટ બ્રેઇન અને આજના યુગમાં ટેકનોલોજી દ્વારા શિવમ સ્કૂલના વિદ્યાર્થીઓ આંખે પાટા બાંધીને વાંચન કરી શકે છે, અને પરીક્ષામાં સારા માર્ક લાવે છે. તેમજ વિદ્યાર્થીઓ હોશિયાર ઝડપથી બને છે. આ તકે શ્રી શિવમ સ્કૂલના સંચાલક જયેશભાઈ ઢોલરીયા અને ચિરાગભાઈ રામાણીએ આ સેમિનાર પ્રોગ્રામમાં આવેલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.