હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો - At This Time

હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો


એક જ સ્થળે અનેક સેવાનો લાભ

મોરબી:સમગ્ર રાજ્યની સાથે મોરબી જીલ્લામાં સેવાસેતુ અન્વયે જનસેવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે મોરબીમાં હળવદ તાલુકાના સાપકડા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. સાપકડા ગામના કલસ્ટર હેઠળના ગામમાંથી આવેલા લોકોને વિવિધ પ્રકારની સરકારી સેવાઓનો સ્થળ પર જ લાભ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં આરોગ્ય રસીકરણ, રાશન કાર્ડ, ઈ- કેવાયસી, મેડીસીન સારવાર, આધારકાર્ડમાં સુધારા, ૭- ૧૨ અને ૮- અ ના પ્રમાણપત્ર, વિધવા સહાય, જાતિ અને આવકના દાખલા સહિત વિવિધ વ્યક્તિલક્ષી સેવાઓ માટે અરજીઓ અરજદારો દ્વારા કરવામાં આવી હતી. આ તમામ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, સાપકડા ગામ અને ક્લસ્ટર હેઠળના ગામોના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.