ધંધુકામાં પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને એસટી ડેપો ખાતે વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી કરાઈ.
ધંધુકામાં પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને એસટી ડેપો ખાતે વિશ્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી કરાઈ.
અમદાવાદ વિભાગના ધંધુકા એસટી ડેપો ખાતે આજે વિશ્વ મહિલા દિવસ અંતર્ગત ગુજરાત રાજ્ય મહિલા અધિકાર મંચના મુખ્ય કન્વીનર ડૉ.મિતાલીબેન સમોવા તથા તેમની ટીમ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ અને પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ, rdam અધ્યક્ષ, દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ. મહિલાઓ દ્વારા મહિલા અધિકાર, માતા રમાબાઈ, સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખ વગેરેને યાદ કરી ભવ્ય ઉજવણી કરાઈ હતી. ધંધુકા એસટી ડેપોની મુલાકાત લીધી હતી અને મહિલા કંડકટર તથા ડેપોના સાફ સફાઈ કરતી મહિલાઓને ગુલાબનું ફૂલ આપીને મહિલા અધિકાર દિવસ ની ઉજવણી કરી શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે ડેપોના સ્ટેન્ડ ઇન્ચાર્જ ઈકબાલભાઈ ભોંહરિયા, હારૂન ભાઈ ટીંબલીયા તથા પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટના મહિલા પ્રમુખ ગીતાબેન પરમાર સહિત મહિલા અધિકાર સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહયા હતા તેમજ પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યક્રમમાં આંગણવાડી બહેનો, સામાજિક મહિલાઓ અને સામાજિક કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર: : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
