લેખિકા જિજ્ઞા પટેલ અને નાટ્યકાર ધારેશ શુક્લાએ બેસતા વર્ષ ના ભુસાયેલ પત્ર પરંપરામાં પ્રાણ પુરી એક નવો ટ્રેન્ડ કાંડરવાનો પ્રયાસ કર્યો
પહેલા બેસતા વર્ષના દિવસે ગ્રીટિંગ કાર્ડ લખતા આજે તેની જગ્યા સોશિયલ મીડિયાએ લીધી
ગોસા (ઘેડ)તા.૩૦/૧૦૨૦૨૪
સત્ય સનાતન ધર્મ ના હિન્દુત્વના તહેવારો જેમ કે દિવાળી બેસતુ વરસ અને ભાઈબીજ આપણા સનાતન ધર્મના મુખ્ય તહેવારો કહેવાય છે તો દિવાળી કેટલા માટે મનાવીએ છીએ એ આપ સૌને ખબર હશે કે રામચંદ્રજી ભગવાન ૧૪ વર્ષનો વનવાસ પૂર્ણ કરી અને અયોધ્યાની ગાદી પર પૂર્ણ પધારેલ એના માનમાં ફટાકડા ફોડી અને અયોધ્યાવાસીઓએ ધામધૂમમથી ઉત્સવ ઉજવ્યો ત્યારથી તમામ હિન્દુ આ તહેવારને મનાવે છે જેને દિવાળીનું સ્વરૂપ આપેલું છે માટે હિન્દુત્વ માટે અને હિન્દુ સમાજ માટે આ તહેવાર અત્યંત જરૂરી છે. અને બીજા દિવસે નૂતન નવલા દિવસ ને બેસતું વર્ષ મનાવાય છે. આ બેસતા વર્ષની ખુશી વ્યક્ત કરવા પહેલા આ દિવસે ગ્રીટિંગ કાર્ડ લખતા હતા તેમાં નવા વર્ષની આપલે કરવામાં આવતી. નવા વર્ષ બેસતા પેલા બેચાર દિ અગાઉ પોસ્ટ મારફતે બેસતા વર્ષની ખુશી વ્યક્ત કરવા માટે પત્રો (ગ્રીન્ટિગ કાર્ડ ) લખતા હતા. અને તે બેસતા વર્ષે આવતા તે મળતા અને વાંચતા તેની ખીશી નો પણ એક લ્હાવો હતો. પરંતુ સમય પરિવર્તન ના કારણે અત્યારે બેસતા વર્ષ ના પત્રો (ગ્રીટિંગ કાર્ડ) ની જગ્યાએ સોશિયલ મીડિયા આવી જતા જૂનું પુરાણા વા બેસતા વર્ષ પત્રો અત્યારે ગાયબ છે ત્યારે આ દિવાળીએ એક લેખિકા અને એક નાટ્યકારે તેને જીવંત ફરી જીવંત કરવાની સાજીશ કરી છે. અને એક અનોખો પત્ર પ્રયોગ કરી પત્ર પરંપરામાં બે મિત્રો એ પ્રાણ પુરીએક નવો ટ્રેન્ડ કાંડરવાનો પ્રયાસ કર્યો છે.
સોશિયલ મીડિયાના સમયમાં હવે પત્રો લખવાનું તો કોઈને સપને પણ યાદ નથી આવતું. સેકન્ડના છઠ્ઠા ભાગમાં મેસેજ પહોંચી જતો હોય ત્યાં બે-ત્રણ દિવસ રાહ કોણ જોવે! એટલે કેટલાંય સમયથી પત્રપ્રથા બંધ પડી ગઈ છે. પણ એક લેખિકા અને એક નાટ્યકારે તેને જીવંત કરી છે. લેખિકા જિજ્ઞા પટેલે બસ્સોથી વધુ તથા નાટ્યકાર ધારેશ શુક્લાએ ત્રણસો જેટલા પત્રો લખીને લોકોને શુભેચ્છા પાઠવી છે.
"હું લેખક છું..લખવું મારો ધર્મ છે. લખીને શુભેચ્છાઓ અભિવ્યક્ત કરવી મને ખુબ ગમે છે." તેવું જિજ્ઞા પટેલનું કહેવું છે. તથા "virtual world ના સમયમાં પત્રનો સ્પર્શ મળે અને તેની અનુભૂતિ થાય એવું કરાવવું હતું" તેવું ધારેશભાઈનું કહેવું છે. લોકોએ પણ તેમના આ ટ્રેન્ડને આવકાર આપ્યો છે. રિપોર્ટર :- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.