તલાટીની હડતાળને લઈ ગામોમાં મુશ્કેલી, બોટાદ જિલ્લા સરપંચ પરિષદ દ્વારા તલાટીની માંગ સરકાર સ્વીકારે તેવી રજુઆત

તલાટીની હડતાળને લઈ ગામોમાં મુશ્કેલી, બોટાદ જિલ્લા સરપંચ પરિષદ દ્વારા તલાટીની માંગ સરકાર સ્વીકારે તેવી રજુઆત


તલાટીની હડતાળને લઈ ગામોમાં મુશ્કેલી, બોટાદ જિલ્લા સરપંચ પરિષદ દ્વારા તલાટીની માંગ સરકાર સ્વીકારે તેવી રજુઆત

ગ્રામ્ય વિસ્તારમાં હાલ લોકોને પડતી પારાવાર મુશ્કેલીના કારણે તલાટી મંત્રીઓની જે માંગ છે. તે સરકાર પૂર્ણ કરે તેવી રજુઆત સાથે બોટાદ જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આપ્યું આવેદનપત્ર. બોટાદ જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ મનહર માતરિયા તેમજ અન્ય સરપંચોની હાજરીમાં આજે બોટાદ કલેકટર કચેરી ખાતે કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદન સાથે સરકારની વિવિધ યોજના તેમજ ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રી હસ્તે થતા કામહાલ થઈ શકતા ન હોય સરકાર દ્વારા તલાટી મંત્રીની માંગણી સ્વીકાર કરે તેવી રજુવાત કરવામાં આવી. ગુજરાત રાજ્યના તલાટી મંત્રી હાલ હડતાળ પર હોઈ જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સરકારની યોજનાઓના ફોર્મ, આવકના દાખલા સહિત અનેક કામગીરી જે તલાટી હસ્તે ગ્રામ પંચાયતમાં થતી હોય, જે હાલમાં તલાટીઓની હડતાળના કારણે બંધ છે. જેને લઈ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ લોકોને ધર્મ ધકા હાલ પંચાયત ખાતે ખાવા પડી રહ્યાં છે. ત્યારે વહેલાસર સરકાર દ્વારા તલાટી મંત્રીઓની સરકાર માંગણી સ્વીકારે તેવી રજુઆત સાથે સરપંચ પરિષદના પ્રમુખ મનહર માતરિયા તેમજ અન્ય સરપંચ અને આગેવાનો દ્વારા અધિકારીઓને સમસ્યાની હકીકત જણાવી રજુઆત કરવામાં આવી.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »