શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા મોતીબાગ પાર્ટી પ્લોટ ગોધરા ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને મોટીવેશનલ સેમિનાર યોજાયો
ગોધરા,
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટમાં શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વાર એક મોટીવેશનલ સેમિનાર અને ધોરણ-10-12માં ઉચ્ચ ટકાવારી સાથે ઉતીર્ણ થયેલા સમાજના તેજસ્વી તારલા સમાન વિદ્યાર્થીઓ- અને વિદ્યાર્થીનીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. તેમા સમાજના અગ્રણીઓ દ્વારા સૌને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામા આવ્યા હતા. કાર્યક્રમમા વિવિધ ક્ષેત્રમાં સિધ્ધી મેળવનારાઓને પણ સન્માનિત કરવામા આવ્યા હતા. સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈ પણ માહીતગાર કરવામા આવ્યા હતા.
શ્રી ક્ષત્રિય દરબાર સમાજ કેળવણી મંડળ દ્વારા સમાજ આર્થિક,સામાજીક અને સમયના બદલાતા માહોલ સાથે આગળ વધીને પ્રગતિ કરે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. તાજેતરમા ધોરણ 10 અને 12ના જાહેર થયેલા પરિણામોમા સમાજના તેજસ્વી તારલાઓએ ઉચ્ચ ગુણાંક અને ટકાવારી મેળવીને નામ સમાજનુ નામ રોશન કર્યુ છે. આ શાળાકિય સફર બાદ તેમનુ આગળનુ શૈક્ષણિક ભવિષ્ય અંગે સૌને યોગ્ય માર્ગદર્શન તેમજ ઉભરતી પાંખોને નવી દિશા મળી રહે તે માટે એક નવીન પ્રયાસ હાથ ધરવામા આવ્યો હતો. જેના ભાગરુપે પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના અમદાવાદ રોડ પર આવેલા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાના એક કાર્યક્રમનુ આજન કરવામા આવ્યુ હતુ. દીપ પ્રાગ્રટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામા આવ્યો હતો. ત્યારબાદ સૌનુ સ્વાગત કરવામા આવ્યુ હતુ. આ વર્ષે ધોરણ – 10 તેમજ 12ની બોર્ડ પરિક્ષામાં ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરનારા સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામા આવ્યા હતા.સાથે સાથે શિક્ષણમાં તેમજ રમતગમત ક્ષેત્રે પણ નામના મેળવી હોય,સરકારી નોકરી મેળવી હોય, સાથે વિશિષ્ટ સિધ્ધી મેળનારા સમાજના યુવાઓને પણ સન્માનિત કરવામા આવ્યા હતા. સરકારી સેવામા ફરજ બજાવનારા સમાજના અગ્રણીઓ દ્વારા પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને માહીતી આપવામા આવી હતી.સમાજના અગ્રણીઓ દ્વારા તેજસ્વી તારલાઓને આર્શિવાદ આપીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવામા આવી હતી, કાર્યક્રમ શાતિપુર્ણ માહોલમા સંપન્ન થયો હતો.
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે
