ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલ નજીક ટ્રકની હડફેટે સીક્યોરીટી ગાડઁનુ મોત.
ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલમા સિક્યોરીટી ગાડઁની ફરજ નિભાવતા ટોકરભાઇ કેહરભાઇ રાઠોડ ઉ:-૭૦ વાળા મંગળવારે સવારના સમયે પોતાની ફરજ પુણઁ કરી સાયકલ પર પોતાના ઘર તરફ પરત જવા માટે હોસ્પીટલની બહાર નિકળતા જ સામેથી આવતા ટ્રક ચાલકે સિક્યુરીટી ગાડઁને અડફેટે લીધો હતો જ્યારે ટ્રક ચાલક પોતાનો ટ્રક રોડ પર જ મુકી નાશી છુટ્યો હતો આ તરફ સિક્યોરીટી ગાડઁની ઘટના સ્થળે મોત નીપજતા ત્યાથી નિકળતા રાહદારીઓ દ્વારા તુરંત સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોચી લાશને પી.એમ અથેઁ ખસેડી ટ્રક ચાલક વિરુધ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.