વરસાદી માહોલના પગલે નાગરિકોને જિલ્લામાં નદી નાળા સહિતના સ્થળોએ ન જવા અરવલ્લી કલેક્ટરશ્રીનો અનુરોધ.
જિલ્લામાં પોલીસ, ફાયર અને આપત્તિ વ્યવસ્થાપન, યુ.જી.વી.સી.એલ સહિતની વિવિધ ટીમ તૈયાર.
અરવલ્લી જિલ્લામાં વરસાદી મોસમના ફરી મંડાણ થયા છે. અરવલ્લીને રેડ એલર્ટ ઝોન જાહેર કરાયો છે ત્યારે જિલ્લાના નાગરિકોએ નદી, નાળા, તળાવ, ડેમ સાઈટ કે અન્ય કોઈ પાણી ભરાતું હોય તેવા સ્થળો ન જવા અને આ બાબતે યોગ્ય તકેદારી રાખવા માટે જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરીકએ અનુરોધ કર્યો છે.
સમગ્ર રાજ્યની સાથે અરવલ્લી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા ૨૪ કલાકમાં જ સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. જિલ્લાના લગભગ તમામ નદી, નાળા, તળાવ અને ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. આ સ્થળોએ કોઈ વ્યક્તિ ન જાય અને કોઈ પણ દુર્ઘટના બનવા ન પામે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
ઉપરાંત રસ્તાઓ પરથી પસાર થતા હોય ત્યારે કોઝ વે પરથી પાણી પસાર થતું ત્યારે રસ્તો પાર ન કરવા તથા ઉંડા પાણીમાં ન જવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
આ બાબતે જિલ્લાવાસીઓ પાસે પણ સહકારની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જેથી આ વર્ષાઋતુમાં તમામ જળાશયો નજીક ન જવા અને બાળકોનું પણ ધ્યાન રાખી અકસ્માત નિવારવા માટે જિલ્લાવાસીઓને યોગ્ય કાળજી રાખવા માટે જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરીક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
હજુ આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સતત તૈનાત છે. જિલ્લામાં ફાયર, પોલીસ, પંચાયત, યુ.જી.વી.સી.એલ.,
આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમ તૈયાર છે. કોઈ પણ બનાવની વિગતો નાગરિકોને મળે તો તેઓ તે વિગતો કંટ્રોલ રુમ સુધી પહોંચાડી શકે છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.