લાઠીદડની શ્રી ઉમિયા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોગ દિવસ ઉજવાયો - At This Time

લાઠીદડની શ્રી ઉમિયા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોગ દિવસ ઉજવાયો


(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
શ્રી ઉમિયા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ લાઠીદડ માં 21 જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરેક વિદ્યાર્થિની બહેનો એ સફેદ કપડાં પેરી ને હાજર રહ્યા હતા. જેમાં વહેલી સવારે 7 વાગ્યે વિદ્યાર્થીનીઓ એ પ્રાણાયામ અને યોગ કર્યા હતા. જેમાં વિદ્યાર્થીનીઓ ને યોગ નું જીવન માં મહત્વ સમજાવવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓ એ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. જેમાં શિક્ષણ સમિતિ ના ચેરમેન એ.ડી. ભાઈ ભાવનગરિયા, કોલેજ વિભાગ ના પ્રિન્સીપાલ સેજલબેન જાખણીયા તથા તમામ સ્ટાફે હાજરી આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.