દામનગર વંદે ગુજરાત વિકાસ રથ શહેર ના દાર્શનિક ભાગ સર્કલ અને દરવાજે લાઈટીંગ કરી વિકાસ દેખાડવા પ્રયાસ પણ શહેર ની આંતરિક સ્થિતિ વિકાસ કંઈક આવી રીતે ધોવાઈ રહ્યો છે - At This Time

દામનગર વંદે ગુજરાત વિકાસ રથ શહેર ના દાર્શનિક ભાગ સર્કલ અને દરવાજે લાઈટીંગ કરી વિકાસ દેખાડવા પ્રયાસ પણ શહેર ની આંતરિક સ્થિતિ વિકાસ કંઈક આવી રીતે ધોવાઈ રહ્યો છે


દામનગર શહેર માં સામાન્ય વરસાદ માં વિકાસ ધોવાઈ રહ્યો છે પેવર બ્લોક રસ્તા વરસાદ આવતા ખાડા ઓ ખુલ્લી ગયા અને પેવર બ્લોક રસ્તા સર્પા આકાર ના હોય તેવા તેમ દરેક વિસ્તારો માં પેવર બ્લોક રસ્તા ની પોલ ખુલ્લી પડી ઠેર ઠેર ખાડા ઓ અને પેવર બ્લોક રસ્તા ઓ વિખાયેલ જોવા મળી રહ્યા સામાન્ય વરસાદ માં પેવર બ્લોક રોડ ઉપર વરસાદી પાણી ભરાયેલ રહે છે ટી પી આઈ દ્વારા શેનું ટી પી આઈ થતું હશે અમુક વિસ્તાર માં પેવર બ્લોક રોડ માં પેવર બ્લોક દેખાતા જ બંધ થઈ ગયા છે પેવર બ્લોક ઉપર માટી પુરાણ પાકા રસ્તા ને કાચા બનાવી દેતું તંત્ર આ સમસ્યા દરેક વિસ્તારો માં છે વંદે ગુજરાત વિકાસ રથ ના આગમન ને લઈ શહેર થી બહાર ના દાર્શનિક સંકુલો લાઈટ ડેકોરેશન થી સુશોભન કરી દેવા થી વિકાસ થઈ જતો હશે ? સરદાર ચોક સર્કલ અને દરવાજા ને લાઈટીંગ સિરીઝ થી શણગારી દેવા થી શહેર ના રસ્તા સારા થઈ જતા હશે ? રોડ રસ્તા ઉપર ઝાડી જખરા દૂર કરી ખરેખર વિકાસ દેખાડવા પ્રયાસ કરાય છે પણ શહેર ની આંતરિક સ્થિતિ માટે વંદે ગુજરાત વિકાસ રથ સાથે પધારતા મહાનુભવો અને તંત્ર સરદાર ચોક થી જૂની શાકમાર્કેટ લુહાર શેરી જેવી મુખ્ય બજાર માં આવે તો હકીકત ખ્યાલ આવે વંદે ગુજરાત વિકાસ રથ શહેર થી બહાર દાર્શનિક ભાગો જોઈ ખુશ થઈ જશે કે દામનગર નો વિકાસ થયો છે પણ વાસ્તવિક સ્થિતિ શહેર ભર માં આવી જ છે 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.