પતિ પત્ની ઔર વો : પતિ સાથે રાત્રિ રોકાણ કરનાર યુવતીને પત્ની તથા સાળાઓએ ફટકારી
વડોદરા,તા.08 ઓગષ્ટ 2022,સોમવારવડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં પતિ સાથે રાત્રી રોકાણ કરનાર યુવતીને પત્ની તથા સાળાઓએ અપશબ્દો બોલી ગડદાપાટુનો માર્યો હતો. બનાવ સંદર્ભે યુવતીએ ચાર શખ્સો વિરુદ્ધ આબરૂ લેવાનો પ્રયાસ, છેડતી, મારામારી તથા એસિડ નાખી સળગાવવાની ધમકી અંગેની ફરિયાદ નોંધાવી છે. મુળ રાજસ્થાનની રહેવાસી 29 વર્ષીય હર્ષાબેન કલાલ ( નામ બદલ્યું છે ) ના બીજા લગ્ન મિતેશ જયસ્વાલ (રહે - સમા, વડોદરા) સાથે થયા હતા. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, લગ્નના ત્રણ ચાર મહિના બાદ મિતેશ સાથે ઘર કંકાસ થતા પરત પિયર જતી રહી હતી. દરમ્યાન ચામડીની એલર્જી થતા હું બરાનપુરા વિસ્તારની હોસ્પિટલમાં ચેકઅપ માટે પહોંચી હતી. અગાઉ મારા લગ્ન સમયે હિતેશભાઈ તથા તેઓની પત્નીએ કન્યાદાન કર્યું હતું. જેઓ નજીકમાં જ રહેતા હોય તેમના ઘરે રાત્રિ રોકાણ કર્યું હતું. બીજા દિવસે સવારે મનોજ જયસ્વાલ, ગીતાબેન જયસ્વાલ, રાકેશ જયસ્વાલ (ત્રણેવ રહે - અમદાવાદ), હેમાંગીની હિતેશ જયસ્વાલ ( રહે, ડભોઈ રોડ) અચાનક ઘસી આવ્યા હતા. અને તું અહીં કેમ આવી છે તેમ કહી અપ શબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ બરાનપુરાથી ગાડીમાં બેસાડી મને ડભોઇ રોડ ઉપર આવેલા તેમના નિલામ્બર ટાઉનશિપ ખાતેના મકાનમાં લઈ ગયા હતા. જ્યાંથી પરત પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં ચાલુ ગાડીમાં પણ મને માર માર્યો હતો. જ્યારે મનોજ જયસ્વાલએ છાતીના ભાગે પકડી મારી આબરૂ લેવાની કોશિશ કરી એસિડ નાખી સળગાવવાની ધમકી આપી હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે વાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.