જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો - At This Time

જિલ્લા કલેક્ટર ભાવિન પંડયાના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો


જિલ્લા કલેક્ટર શ્રી ભાવિન પંડયાના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમમાં રજૂ થયેલ તમામ 7 પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવી અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ કરાયું

મામલતદાર કચેરી, જામનગર (શહેર) ખાતે જામનગર જિલ્લા કલેકટર ભાવિન પંડયાના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા કુલ 7 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં સીટી સર્વે-૧ કચેરી, મહાનગરપાલીકાની ભૂગર્ભ શાખા, વોટર વર્કસ શાખા, લાઈટ શાખા વિગેરે બાબતે રજૂઆતો થયેલ. જેમાંથી પાંચ પ્રશ્નોનો નિકાલ કરી લગત અધિકારી દ્વારા હકારાત્મક અહેવાલ રજૂ કરવામાં આવેલ જ્યારે ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટલાઈટના પ્રશ્નો અંગે તાત્કાલીક કામગીરી હાથ ધરી તેનો સત્વરે ઉકેલ લાવવા કલેક્ટર એ અધ્યક્ષસ્થાનેથી સૂચના આપી હતી. આમ, તમામ 7 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરી કલેકટર જામનગરનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ સપ્ટેમ્બર માસનો તાલુકા સ્વાગત કાર્યક્રમ સફળતાપુર્વક પુર્ણ થયેલ હતો.


8000003352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image