ગારીયાધાર નગરપાલિકા ચુટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
ગારીયાધાર નગરપાલિકા ચુટણીમાં ભાજપનો ભગવો લહેરાયો
કુલ ૭ વોર્ડ ની ૨૮ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ નો ભગવો લહેરાવ્યો
ભાજપ ની કુલ ૧૮ બેઠકો પર વિજય મેળવ્યો.
જ્યારે આપ અને કોંગ્રેસ ગઠબંધન કુલ 10 બેઠકો ઉપર વિજેતા જાહેર થયા
ત્યારે કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં હતાં
ગારીયાધાર નગરપાલિકા માં ફરી થયું પુનરાવર્તન ગત ટર્મ કરતા પણ ચાર સીટો વધુ આવી
૨૭ વર્ષ ના ભાજપ ના શાસન બાદ ફરી એક વાર ભાજપ નો ભગવો લહેરાવ્યો
જો કે ૧૦૧વિધાનસભામાં ૬ વાર ધારાસભ્ય રહી ચૂકેલા કેશુ નાકરાણી ને આપ આદમી પાર્ટીના સુધીર વાધાણી સામે હાર નો સામનો કરવો પડ્યો હતો
પરંતુ છેલ્લા બે વર્ષથી નગરપાલીકામાં વહીવટદારનુ શાસન હોય ત્યારે આમ આદમી પાર્ટી અને કોગ્રેસના નિષ્ક્રિયતા ના કારણે મતદારો નો મૂડ ફર્યો હતો અને નગરપાલિકાની જીત નો તાજ ભાજપ ની શિરે પહેરાવી મતદારોએ ભાજપ ઉપર ભરોસો રાખ્યો હતો
જો કે ગારીયાધાર નગરપાલિકાની ચુટણીમાં સામસામે ચુટણી લડતાં બંન્ને ઉમેદવારોમાં ભાઈચારો જોવા મળી રહ્યો હતો હારેલાં ઉમેદવાર પણ સામાપક્ષે જીતેલા ઉમેદવારને અબીલ-ગલાલ અને હાર પહેરાવી જશ્ન મનાવ્યો હતો
ભાજપ ની જીત સાથે જ ઉમેદવારો અને કાર્યકરો દ્વારા ગારીયાધાર ના મુખ્ય માર્ગો ડીજે સાથે રેલી યોજી મતદારો નો આભાર માન્યો હતો
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે
