રાજકોટ શહેર મહાનગરપાલિકા દબાણ હટાવ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી. - At This Time

રાજકોટ શહેર મહાનગરપાલિકા દબાણ હટાવ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી.


રાજકોટ શહેર તા.૨૯/૮/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા.૨૩/૮/૨૦૨૨ થી ૨૮/૮/૨૦૨૨ ની શહેરમાં જુદી-જુદી જગ્યાએ જાહેરમાર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન અન્ય ચીજવસ્તુઓ શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૧૧ રેંકડી-કેબીનો ફુલછાબ ચોક, મોટી ટાંકી ચોક, ડેપ્યુટી મેયર ચોક, નાનામવા ચોક પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદી-જુદી અન્ય ૨૩ પરચુરણ ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. જે નાનામવા મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ, પરથી જપ્ત કરવામાં આવી હતી, ૨૦ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને પુષ્કરધામ મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.૩૬,૩૦૦ જીવરાજપાર્ક સાધુવાસવાણી રોડ, ગાયત્રીનગર મે.રોડ, જ્યુબેલી ચોક, પેલેસ રોડ ભુપેંદ્ર રોડ, કરણસિંહજી રોડ, કેસરીપુલ પરથી વસુલ કરવામાં આવ્યો હતો. ૯૫૧ બોર્ડ-બેનરો જે કોઠારીયા રોડ, સોરઠીયાવાડી, રેસકોષ રિંગ રોડ ચૌધરી હાઇસ્કુલ, ત્રિકોણબાગ, પંચાયત ચોક, કિશનપરા ચોક, મહિલા કોલેજ ચોક, ટાગોર ચોક પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.             


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.