એસપી કચેરી સામે અમિત શાહના પૂતળાનું દહન: ડો.બાબા સાહેબ વિશે કરેલા નિવેદનને લઈ જૂનાગઢ અનુ.જાતિ સમાજમાં રોષ, કલેક્ટર અને એસપી કચેરી સામે કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળાનું દહન કર્યું - At This Time

એસપી કચેરી સામે અમિત શાહના પૂતળાનું દહન: ડો.બાબા સાહેબ વિશે કરેલા નિવેદનને લઈ જૂનાગઢ અનુ.જાતિ સમાજમાં રોષ, કલેક્ટર અને એસપી કચેરી સામે કેન્દ્રિય ગૃહમંત્રીના પૂતળાનું દહન કર્યું


જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં અનુ.જાતિ સમાજ દ્વારા બહોળી સંખ્યામાં સમાજના લોકોએ એકત્રિત થઈ અમિત શાહ દ્વારા ડો.બાબા સાહેબ વિશે કરેલા નિવેદનના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યા બાદ અનુજાતિ સમાજના લોકો દ્વારા કલેકટર અને એસપી કચેરી સામે જ ગૃહ મંત્રી અમિત શાહના પૂતળાનું દહન કર્યું હતું.ગત તારીખ 17 ના સંસદ ભવનમાં અમિત શાહ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરને લઈ એક નિવેદન પાઠવવામાં આવ્યું હતું.જેને લઇ સમગ્ર ભારત ભરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને અનુ.જાતી સમાજ દ્વારા અલગ અલગ સંગઠનો તેમજ રાજકીય પક્ષો આ મુદ્દાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે જુનાગઢ શહેર તેમજ તમામ તાલુકાના અનુ.જાતી સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા. અને ગૃહ મંત્રી અમિત શાહને હોદ્દા પરથી દૂર કરવામાં આવે અને અમિત શાહ માફી માગે તેવી માંગ સાથે કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર ભારત નાજ નહીં પરંતુ વિશ્વ વિભૂતિ છે.ત્યારે સંસદમાં અમિત શાહ દ્વારા જે વિવાદિત નિવેદન કરવામાં આવ્યું હતું. તેને લઈ ગુજરાત ભરમાં રાજકીય પક્ષો અને અનુ.જાતિ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરી અમિત શાહના રાજીનામુ આપે અને માફી માંગે તેવી માંગ કરવામાં આવી રહી છે.જૂનાગઢ જિલ્લા અનુ.જાતી સમાજના પ્રમુખ દેવદાન મુછડીયાએ જણાવ્યું હતું કે આજે જુનાગઢ અનુ.જાતિ સમાજ દ્વારા અમિત શાહ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ કરાયેલ નિવેદન મામલે કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગત 17 તારીખના દેશના ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં બાબાસાહેબ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી. જેના વિરોધમાં આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી માંગ કરવામાં આવી છે. કે એક મિનિસ્ટર જ્યારે સંઘ પ્રદેશના મંત્રી બને ત્યારે તેમને બંધારણના ઘણા નિયમો લાગુ પડતા હોય છે.

ત્યારે ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબને ટાર્ગેટ કરી ચોક્કસ સમુદાયના નેતા વિશે ટિપ્પણી કરી છે. ત્યારે રાષ્ટ્રપતિ ને જે વિશે સત્તાઓ મળેલી છે તેને લઈ ગૃહ મંત્રીને તેના પદેથી દૂર કરવામાં આવે. જેને લઇ અમિત શાહ ને તેના હોદા પરથી દૂર કરવામાં આવે તેવી જુનાગઢ અનુ જાતિ સમાજ દ્વારા આજે આવેદનપત્ર પાઠવી માં કરવામાં આવી છે.


9328933737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.