સાબરકાંઠા જિલ્લામાંઔધ્યોગિક એકમોમાં કામે રાખેલ મજૂરોની વિગતપોલીસને આપવાની રહેશે
સમગ્ર દેશમાં વધી રહેલા આતંકવાદી પ્રવૃત્તિઓ, ગુન્હાખોરીને ડામવાના હેતુથી તથા અપરાધીઓને સરળતાથી ટ્રેસ કરી શકાય તે હેતુથી રાજ્યમાં આવેલા ઔદ્યોગિક એકમો ફેક્ટરી/ઓફિસ/ફાર્મ હાઉસ/ઘર નોકર તરીકે કામ કરતા કારીગરો /કામ કરતા મજૂરો કર્મચારીઓ અન્વયે પરપ્રાંતિય ઈસમોએ તથા અજાણ્યા અંગેની સ્પષ્ટ અને રજેરજની માહિતી પોલીસ તંત્ર તથા તપાસ એજન્સીઓને મોકલવાની રહેશે. ઔધ્યોગિક એકમોની વિગતોમાં માલિકનું નામ, સરનામું તથા ફોન નંબર ,ધંધાની વિગત, કારખાના ફેક્ટરી યુનિટનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર, કર્મચારી કારીગર મજુરનું નામ, હાલનું સરનામું, તથા ઓળખ, અભ્યાસ, હાલમાં કોણ કોણ સાથે રહે છે, રહેઠાણ કંપનીએ ફાળવેલ છે કે ભાડે રહે છે, જો ભાડે રહેતા હોય તો પોલીસને જાણ કરેલ છે, કર્મચારી કારીગર મજુરનું વતનનું સરનામું તથા મોબાઈલ નંબર, જિલ્લો, ગામ, પોલીસ સ્ટેશન, કર્મચારી/કારીગર મજૂરની નોકરીએ રાખ્યાની તારીખ, કર્મચારી કારીગર અગાઉ જે જગ્યાએ કામ કરતા હોય તે માલિક નું પૂરું નામ, સરનામું તથા મોબાઈલ નંબર, કર્મચારી કારીગર મજુર કોના રેફરન્સ પરિચયથી નોકરીએ રાખેલ છે તે સ્થાનિક રહીશનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર કર્મચારી/ કારીગર મજૂરના બે ત્રણ સગા સંબંધીઓના પુરા નામ, સરનામું વતન સહિતના મોબાઇલ નંબર, નામ સરનામા બાબતે ખાતરી કરેલ છે, જો ખાતરી કરેલ હોય તો કોણે કરેલ છે. આ તમામ વિગતો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.
આ હુકુમ તારીખ ૪ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનારને ભારતીય દંદ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ દંડ/સજાને પાત્ર થશે.
આબીદઅલી ભુરા
હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.